રાજકોટઃ રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ મથક (Pradyuman nagar police station rajkot)માં ભાજપના નેતા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ (land grabbing act gujarat)ફરિયાદ નોંધાઇ છે, જેમાં શહેરના વોર્ડ નંબર-3ના ભાજપના મહામંત્રી (BJP general secretary ward number 3 rajkot) અને જંક્શન હાઉસિંગ સોસાયટીના પ્રમુખ (president of the junction housing society rajkot) એવા રાજુભાઇ ઘનશ્યામભાઈ દરિયાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ નેતા (BJP Leader Rajkot) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પ્રદ્યુમ્નનગર પોલીસે ભાજપના નેતાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
બીજાની માલિકીનો પ્લોટ બારોબાર વેચી નાખ્યો
હાલમાં મુંબઈ ખાતે રહેતા અલ્પાબેન રાજેન્દ્રભાઈ જોશીએ રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમના સસરા ચંદ્રકાંત જોશીએ વર્ષ 1963માં જંક્શન કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પ્લોટ ખરીદ્યો હતો. જો કે ત્યારબાદ તેમનું મૃત્યુ થતા આ પ્લોટ ચંદ્રકાન્તભાઈના પુત્રના નામે કરવાના બદલે ફરિયાદીની જાણ બહાર પ્લોટ ખાલી કરીને તેને બારોબાર વેચી નાંખ્યો હતો.