ગુજરાત

gujarat

ETV Bharat / city

કચ્છમાં મૃતગાય મુદ્દે તંત્ર એક્શન મોડ પર, રાતોરાત કર્યો નિકાલ - Lumpy Virus Symptoms

લમ્પી વાયરસને કારણે કચ્છમાં (Lumpy Virus in kutchh) પશુઓની સ્થિતિ દયાજનક બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ગાયનું મૃત્યું થતા પશુ પાલકો સહિત પશુ તબીબો (Lumpy infection in Kutchh) પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્રએ પણ યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેના આદેશ આપ્યા છે.

કચ્છમાં મૃતગાય મામલે તંત્ર એક્શન મોડ પર, રાતોરાત કર્યો નિકાલ
કચ્છમાં મૃતગાય મામલે તંત્ર એક્શન મોડ પર, રાતોરાત કર્યો નિકાલ

By

Published : Aug 1, 2022, 3:27 PM IST

Updated : Aug 1, 2022, 4:03 PM IST

કચ્છઃકચ્છ જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝનો કહેર દિવસેને દિવસે (Lumpy Virus in kutchh) વધી રહ્યો છે. ગાયની હાલત કથળતી જાય છે. આ રોગ હવે કચ્છમાં બેકાબુ (Lumpy Virus Cases) થઇ રહ્યો છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાય છે. તેમાંથી 1.86 લાખ ગાયનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે. લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy infection in Kutchh)કારણે જિલ્લામાં 1136 ગાય મૃત્યું પામી છે. આવી સ્થિતિને કારણે ગૌપ્રેમીઓમાં પણ રોષની લાગણી છે.

આ પણ વાંચોઃ આ જિલ્લામાં લમ્પી વાઈરસ બન્યો બેકાબૂ, તંત્રની ઊડી ઊંઘ

વ્યવસ્થાનો અભાવઃ સરકારીકે સેવાની રાહે મૃતગાયના નિકાલની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા પ્રાપ્ય ન થઇ શકવાના પરિણામે પશુઓ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. દરરોજ અનેક ગાય લમ્પી વાયરસથી ઈન્ફેક્ટેડ થઈ રહી છે. મોતના શરણે પડેલી ઘણી બધી ગાયના મૃતદેહ જિલ્લાના મુખ્ય મથક ભુજના નાગોર રોડ વિસ્તારમાં જમા થયા હતા. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઢગલાબંધ પડેલા ગૌમાતાઓના આ મૃતદેહો જીવદયા અને પશુપ્રેમી લોકો માટે અરેરાટીનું કેન્દ્ર બન્યા હતા.

આ પણ વાંચોઃ નદીના વહેણમાં રમકડાની જેમ તણાઈ રીક્ષા અને પછી...

તંત્ર કરશે અંતિમવિધિઃ તંત્ર દ્વારા ગાયોના મૃતદેહ એકઠા કરીને તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ગાયના મૃતદેહો અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને કચ્છનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. રાતોરાત ગાયોના મૃતદેહનો ડમ્પિંગ વિસ્તારમાં મોટા મોટા ખાડા ખોડીને તમામ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ પણ જિલ્લામાં ગાયોના મોતનો સિલસિલો યથાવત છે. હજી પણ જે ગાયોના મૃતદેહો આવી રહ્યા છે. તેમને ખાડામાં એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા જ્યારે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહ એકઠા થશે ત્યારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

Last Updated : Aug 1, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details