- રસીની કોઈ આડ અસર નથી, રાજ્ય સરકારની રસીકરણની ઝુંબેશ પ્રજાહિતમાં: કુંવરજી બાવળીયા
- 233થી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું
- રસીકરણ ઝુંબેશ હેઠળ હેલ્થ સેન્ટર પર રવિવાર સહીત તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી રસીકરણ ચાલશે
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ રાજ્ય વ્યાપી રસીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. વધુને વધુ લોકો રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બને તે માટે વિંછીયા સહીત સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન અને જન જાગૃતિ અર્થે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેનો પ્રારંભ કરાવતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મેં પણ રસી લીધી છે. જેની કોઈ જ આડ અસર જોવા મળતી નથી. રાજ્ય સરકારનો અભિગમ વધુને વધુ લોકો રસી લઈ કોરોના સામે સુરક્ષિત બને તેવો હોવાનું બાવળીયાએ ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું.
પ્રતિષ્ઠાન' કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ કરાવતા પ્રધાન કુંવરજી બાવળીયા વિંછીયા ખાતે આયોજિત કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
પ્રધાન કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, આપણે રસી વિષે કોઈપણ નકારાત્મક બાબતો કે ભ્રામક પ્રચાર પર ધ્યાન આપ્યા વિના આપણી જાતને વહેલામાં વહેલી તકે રસીનો ડોઝ લઈ સુરક્ષિત કરવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા હવે રવિવાર સહીત તમામ દિવસોમાં સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી હેલ્થ સેન્ટર પર રસીકરણ વેગવંતુ બનાવ્યું છે.
233થી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું આ પણ વાંચો: રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા ભરૂચ જિલ્લાની મુલાકાતે
233થી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું
લોકો વેક્સિનેશન માટે આગળ આવે તે માટે પ્રધાને ગામના આગેવાનોને જાગૃતિ ફેલાવવા ખાસ ભાર મુક્યો હતો. વિંછીયા ખાતે આયોજિત કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાંજે 5 કલાક સુધીમાં 233 લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો હોવાનું અને મોડી સાંજ સુધીમાં જેટલા લોકો આવશે તેમને રસી આપવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના આધિકારીએ જણાવ્યું હતું. લાભાર્થીઓએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે અમને કોઈ જ તકલીફ પડી નથી તેમજ અમારા પરિવાજનો તેમજ આસપાસના લોકોને પણ વેક્સિનેશન માટે અમે તૈયાર કરીશું.
'પ્રતિષ્ઠાન' કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ કરાવતા પ્રધાન કુંવરજી બાવળીયા કુંવરજી બાવળિયાએ વેક્સિનેશન કેમ્પની મુલાકાત લઈ રસીકરણ કરતા આરોગ્ય અધિકારીઓની સરાહના કરી
તેઓએ પ્રથમ અગિયાર રસી લેનાર લોકોનું બહુમાન કર્યું હતું. આ પ્રંસગે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી શાહે વેક્સિનેશન અંગે માહિતી પુરી પાડી હતી. કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, આસિસ્ટન્ટ કલેકટર, જસદણ દિપેશ કેડીયા, મામલતદાર આર. બી. ડાંગી અને આરોગ્ય વિભાગના અધિકારી સહીત ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: દેશમાં કોરોના રસીના કુલ 3.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં