- હું છું રાજકોટનો વોર્ડ નંબર 13 આ છે મારી વાત
- રાજકોટ વોર્ડ નં 13માં મુખ્ય સમસ્યા પાણીની
- વોર્ડ નંબર 13માં કુલ 57,500 થી વધુ મતદાર
રાજકોટઃ રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. રાજકોટમાં કુલ 18 વોર્ડ આવેલા છે અને 72 બેઠકો છે. આજે આપણે રાજકોટના વોર્ડ નંબર 13ની વાત કરીએ કે રાજકોટના વોર્ડ નંબર 13ની શું છે વાત અને અત્યાર સુધીમાં શું કામ થયા છે અને શું પરિસ્થિતિ છે તેમજ આગામી દિવસોમાં સ્થાનિકોની શું માંગ છે. આ બધુ જ જોઈએ ETV ભારતના વિશેષ અહેવાલમાં...
વોર્ડ નંબર 13માં કુલ 57,500 થી વધુ મતદાર
રાજકોટના વોર્ડ નંબર 13 માં હાલમાં કુલ અંદાજીત 57,500 થી વધુ મતદાર નોંધાયા છે. આ વિસ્તારમાં વર્ષ 2015 માં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 જ્યારે ભાજપના 1 નગરસેવક ચૂંટાયને આવ્યા હતા. આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી નીતિન રામાણી, જાગૃતીબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા અને જયાબેન ડાંગર ભાજપમાંથી ચૂંટાઇ આવ્યાં હતાં. જો કે નીતિન રામાણી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચાલુ ટર્મમાં ભાજપમાં જોડાયા હતા અને ફરીથી તેઓ ભાજપના નગરસેવક બન્યા હતા. આ વિસ્તારમાં 57000 થી વધુ મતદારો પૈકી સૌથી વધુ લેઉવા પાટીદાર સમાજના મતદારોનો સમાવેશ થાય છે અને બાકી મતદારો અન્ય સમાજમાં વસવાટ કરી રહ્યા છે.
હું છું રાજકોટનો વોર્ડ નંબર 13 આ છે મારી વાત - રાજકોટ મનપા ચૂંટણી
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. રાજકોટમાં કુલ 18 વોર્ડ આવેલા છે અને 72 બેઠકો છે. આજે આપણે રાજકોટના વોર્ડ નંબર 13 અંગે જાણીએ.
df
વોર્ડ નંબર 13ની મુખ્ય સમસ્યા
આ વિસ્તારમાં પીવાના પાણી અને અંતરિયાળ સ્લમ વિસ્તારમાં રોડ રસ્તા અને સફાઇના મુખ્ય પ્રશ્ન છે. જે પરિપૂર્ણ કરવા જનતા નેતાઓ પાસે આશા રાખી રહી છે. આ ઉપરાંત વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં CCTV કેમેરા અને સારા આરોગ્ય કેન્દ્રની માંગ કરવામાં આવી રહી છે. આ વર્ષે મનપાની ચૂંટણીમાં રાજકોટ વોર્ડ નંબર 13 વિસ્તારમાં 4 પૈકી એક બેઠક ઓબીસી મહિલા અનામત નક્કી કરવામાં આવી છે.