ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ" - Har Har Mahadev

રાજકોટઃ રાજકોટની ભાગોળે પ્રકૃતિની વચ્ચે ઇશ્વરીયા મહાદેવનું મંદિર આવેલું છે. ઇશ્વરીયા મહાદેવ અંદાજીત 450 વર્ષ જૂના છે. આ મંદિરનું નિર્માણ 1956માં કરવામાં આવ્યું હતું. આ મંદિરની વિશેષતા છે કે, અહીં પ્રવિત્ર શ્રાવણ માસમાં લોકમેળો ભરાય છે. ઈશ્વરીયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રધ્ધા ધરાવે છે. ઘણા ભક્તોને ઇશ્વરીયા મહાદેવના ચમત્કારનો પણ અનુભવ થાય છે.

Rajkot

By

Published : Aug 20, 2019, 9:21 AM IST

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે કહેવાય છે કે, આ સ્થળ પર વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગાયો ચરાવવા આવતો હતો. એક ગાય પથ્થર પર દૂધ ચડાવતી હતી. આ જોઈને ભરવાડે દૂધનો વેડફાટ થઈ હોવાની વાત પર ભાર મુકી પથ્થર પર કુહાડો માર્યો. કુહાડો મારતા જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી, ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી.

પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ"

પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે આજી ડેમની પણ મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

રાજકોટથી ભાવેશ સોંદરવાનો રિપોર્ટ ઈ ટીવી ભારત

ABOUT THE AUTHOR

...view details