રાજકોટઃ અમદાવાદ ખાતેથી મૂળ ઊંઝાના અને જીરાના 2 વેપારી (kidnapping of Cumin trader in unza) નું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બંને જીરાના વેપારીઓ (Kidnapping of trader in gujarat)ને જામનગર ખાતે કારમાં અપહરણ કરીને લઈ જવામાં આવી રહ્યા હતા. એવામાં રાજકોટ નજીકથી આ કાર પસાર થતા રસ્તા પર પોલીસની વાન જોઈને એક વેપારીએ કારમાંથી કૂદકો માર્યો હતો અને પોલીસ પાસે દોડી ગયો હતો. પોલીસને તેમનું અપહરણ (Cumin traders abducted from ahmedabad) થયું હોવાની વાત કરી હતી અને હજુ પણ એક વ્યક્તિ અપહરણકર્તા પાસે છે.
સાળાએ જ બનેવીનું અપહરણ કરાવ્યું
રાજકોટ પોલીસે આ બંને વેપારીઓને અપહરણકર્તાઓ પાસેથી છોડાવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક શહેરભરમાં નાકાબંધી (Citywide blockade in rajkot) કરાવી હતી. તેમજ અપહરણકારોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી-દેતી મામલે જામનગર (crime in jamnagar) ખાતે રહેતા વેપારીના સાળાએ પોતાના બનેવી અને તેમના ભાગીદાર એમ કુલ 2 લોકોનું અપહરણ (Kidnapping Of Trader In Ahmedabad) કરાવ્યું હતું.
બંને વેપારીઓને કારમાં જામનગર લઈ જવામાં આવી રહ્યા હતા
રાજકોટ પોલીસે અપહરણના આરોપીઓ (Accused of unza trader kidnapping)ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ ઊંઝા ખાતે રહેતા ભરત અંબાલાલ પટેલ અને તેમના ભાગીદાર એવા પાર્થ રમેશભાઈ પટેલનું અમદાવાદ ખાતેથી અપહરણ (Kidnaping cases in Ahmedabad) કરવામાં આવ્યું હતું. તેમને એક દિવસ ભાવનગર ખાતે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બંને અપહરણ કરેલા વેપારીઓને જામનગર ખાતે કારમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટ પોલીસે આ બંને વેપારીઓને અપહરણકર્તાઓ પાસેથી છોડાવ્યા હતા અને હેમખેમ બચાવ્યા હતા. ભરત અંબાલાલ પટેલના સાળાએ પૈસાની લેતી-દેતી મામલે તેમના બનેવી અને ભાગીદારનું અપહરણ કરાવ્યું હોવાનું ખૂલ્યું છે.
શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી: DCP
પોલીસે અપહરણ થયેલા વેપારીઓને છોડાવવા માટે શહેરભરમાં નાકાબંધી કરી હતી. રાજકોટ પોલીસે વેપારીઓના અપહરણના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે રાજકોટ ઝોન-2ના DCP (DCP of Rajkot Zone-2) મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બંને વેપારીઓને કારમાં અપહરણ કરીને જામનગર ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા. તેવામાં રાજકોટના મહિકા ગામ નજીક એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. જેને પોલીસે જોઈ જતાં આ વેપારીઓનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અપહરણ થયેલા વેપારીઓને છોડાવવા માટે શહેરભરમાં નાકાબંધી કરી હતી. તેમજ ગણતરીની કલાકોમાં જ આ અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો: Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે
આ પણ વાંચો: Resign Asit Vora: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, અસિત વોરા બોલ્યા - હું તો ઓફિસે જ છું