ગુજરાત

gujarat

ETV Bharat / city

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં, રાજ્યસભાની ટીકિટના અભરખાનો આક્ષેપ - Khodaldham President Naresh Patel

કાગવડના ખોડલધામ ખાતે તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પાટીદાર નેતાઓની બેઠક મળી હતી. જેમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ પહેલાં જ લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક ઉમિયાધામ ખાતે પણ મળી હતી. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ બેઠક મળતા વીંછીયાના કડવા પાટીદાર સમાજના અગ્રણી પોપટ ફતેપુરા ખોડલધામ પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં

By

Published : Feb 2, 2021, 3:58 PM IST

Updated : Feb 2, 2021, 4:22 PM IST

  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ફરી વિવાદમાં
  • પાટીદાર સમાજના અગ્રણી પોપટ ફતેપુરા ખોડલધામ પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવ્યા
  • નરેશ પટેલ ખોડલધામના નામે કડવા અને લેઉવા પટેલો વચ્ચે મતભેદો ઊભા કરી રહ્યા છેઃ પોપટ ફતેપરા

રાજકોટઃ કાગવડના ખોડલધામ ખાતે તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પાટીદાર નેતાઓની બેઠક મળી હતી. જેમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ પહેલાં જ લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક ઉમિયાધામ ખાતે પણ મળી હતી. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ બેઠક મળતા વીંછીયાના કડવા પાટીદાર સમાજના અગ્રણી પોપટ ફતેપુરા ખોડલધામ પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

ખોડલધામમાં ઉમિયા માતાને સ્થાન નહિઃ પોપટ ફતેપરા

ઉલ્લેનીય છે કે, કાગવડ ખાતે બનાવવામાં આવેલા ખોડલધામ મંદિરમાં તમામ દેવી દેવતાઓને સ્થાન આપવામાં આવ્યુ છે પરંતુ ઉમિયા માતાને સ્થાન આપવામાં આવ્યુ નથી. તેઓ આક્ષેપ પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ કર્યો છે. જે અંગે તેઓએ જણાવ્યું હતું કે, "કડવા પટેલની ઘણી દીકરીઓ લેઉવા પટેલમાં છે ત્યારે લેઉવા પટેલ સમાજની ઘણી દીકરીઓ કડવા પટેલ સમાજમાં છે. જે દંપતીઓ ખોડલધામમાં દર્શન કરવા જતા હોય ત્યારે માતા ઉમિયાની સ્થાપના મંદિરમાં ન હોવાનું પાટીદાર અગ્રણીઓને જણાવતાઆ બાબત ચર્ચાનો વિષય બની છે"

પોપટ ફતેપરા

ખોડલધામ અને ઉમિયા ધામ ખાતે પટેલ સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી

ઉપરાંત પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ વઘુમાં આક્ષેપ કરતા કહ્યું કે, "સૌરાષ્ટ્રમાં નરેશ પટેલે કડવા અને લેઉવા પટેલોને એક થવા દીધા નથી. ગુજરાતમાં બંને પટેલ સમાજ એક થઈને રહ્યા છે. ત્યારે ત્યાં પણ નરેશ પટેલ ખોડલધામના નામે કડવા અને લેઉવા પટેલો વચ્ચે મતભેદો ઊભા કરી રહ્યા છે" ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ખોડલધામ અને ત્યારબાદ ઉમિયા ધામ ખાતે લેઉવા અને કડવા પટેલના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી.

નરેશ પટેલ ચૂંટણી લડવા ન માંગતા હોય તો જાહેર કરેઃ પોપટ ફતેપરા

બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જે મામલે પોપટ ફતેપરાએ આક્ષેપ કર્યો છે હતો કે, "નરેશ પટેલ પોતાના રાજકીય રોટલા શેકવા માટે લેઉવા અને કડવા પટેલોને એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમજ રાજ્યસભામાંથી ટિકિટ મેળવવા માટે તેઓ આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. નરેશ પટેલ ચૂંટણી ન લડવા ના હોય તો તેઓ આ બાબત જાહેર કરે. જો તેઓ ખરેખર પાટીદારોનું હિત ઈચ્છા હોય તો તે સારી બાબત છે"

નરેશ પટેલ પહેલાથી જ કોંગ્રેસમાં છેઃ પોપટ ફતેપુરા

નોંધનીય છે કે, નરેશ પટેલ પહેલાથી જ કોંગ્રેસમાં હોવાનો પોપટ ફતેપુરાએ જણાવ્યું હતું, તેમજ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નરેશ પટેલ અગાઉથી કોંગ્રેસ સાથે અને કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ વર્ષ 2009માં રાજકોટમાંથી કડવા પાટીદાર સમાજના અગ્રણી કિરણ પટેલને ટિકિટ મળી હતી ત્યારે જ જોવા મળ્યું હતું. ત્યારે તેને હરાવવા માટે નરેશ પટેલે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને ફાર્મહાઉસમાં બેઠકો કરી હતી. સમાધાનને નામે માત્ર ડીંડક જ કર્યા છે. જો કે આ મામલે નરેશ પટેલ સાથે ETV ભારત દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સત્તત બંધ આવી રહ્યો હતો.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં
Last Updated : Feb 2, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details