ગુજરાત

gujarat

ETV Bharat / city

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું - અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન

રાજકોટમાં પણ કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી દીધું છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું

By

Published : Apr 17, 2021, 10:02 AM IST

  • રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કંપનીમાં લગાવ્યું સ્વૈચ્છિક લૉકડાઉન
  • રાજકોટમાં કોરોનાના કેસ વધતા કોરોનાની ચેઈન તોડવા સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય
  • એક અઠવાડિયા સુધી કંપની બંધ રહેશે પણ કર્મચારીઓનો પગાર ચાલુ રહેશેઃ નરેશ પટેલ

આ પણ વાંચોઃસાપુતારામાં સ્થાનિક વેપારીઓ 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન રાખશે

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસમાં સત્તત ઉછાળો આવી રહ્યો છે. અહીં શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 324 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 52 કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે, જેને લઈને અલગ અલગ સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. શુક્ર, શનિ અને રવિવાર એમ અઠવાડિયામાં 3 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. હવે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ પોતાની કંપનીમાં એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.


આ પણ વાંચોઃસુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ


એક અઠવાડિયાનો પગાર પણ નહીં કપાયઃ નરેશ પટેલ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની પટેલ બ્રાસ કંપનીમાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. કોરોનાની ચેઈન તોડવા માટે નરેશ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમની કંપનીમાં અંદાજિત 450 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આગામી એક અઠવાડિયા સુધી કંપની સ્વૈચ્છિક બંધ રહેશે. આ દરમિયાન કર્મચારીઓનો પગાર પણ કપાશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અગાઉ વેપારી એસોસિએશનોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની પણ અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details