રાજકોટઃ આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર (Rajkot Makarsankranti 2022 ) દરમિયાન લોકો પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે. એવામાં આ પતંગ ચડાવતા સમયે ઘણી વખત પશુ પક્ષીઓને દોરી લાગવાના કારણે ઇજાઓ થતી હોય અને અમુક સમયે પક્ષીઓના મોત પણ દોરીના કારણે થતા હોય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ દોરી અથવા પતંગના કારણે ઇજાગ્રસ્ત થતા પશુ પક્ષીઓને થતી ઇજાઓ બાદ સમયસર સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે કરુણા અભિયાન (Karuna Abhiyan in Rajkot)શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન (karuna Abhiyan 2022 ) ચલાવાશે.
પક્ષીઓ માટે 17 ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી
રાજકોટમાં કરુણા અભિયાનની (karuna Abhiyan 2022) વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી શહેર અને જિલ્લામાં કરુણા અભિયાન શરૂ રહેશે. આ કરુણા અભિયાન અંતર્ગત પતંગ અથવા દોરીથી ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. જેના માટે શહેર અને જિલ્લામાં 17 જેટલા સારવાર કેન્દ્ર (Karuna Abhiyan in Rajkot) બનાવવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા 8320002000 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ પર KARUNA મેસેજ લખીને સાઇટ પર ક્લિક કરવાથી પક્ષી નિદાન કેન્દ્રની માહિતી (Rajkot Makarsankranti 2022) મોબાઈલમાં ઉપલબ્ધ થશે.