- સિનિયર તબીબોએ એક જુનિયર તબીબને માર્યો માર
- મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
- જુનિયર તબીબે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
રાજકોટ:રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital )ની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ફરી વિવાદોમાં સપડાય છે. જેમાં 3 જેટલા સિનિયર તબીબોએ એક જુનિયર તબીબને ઢોરમાર માર્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક ( Pradyumnnagar Police Station )માં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં સીનિયર તબીબ અને જુનિયર તબીબો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે, સિનિયર અને જુનિયર બન્ને તબીબોએ એકબીજા પર આક્ષેપો પણ કર્યા છે. આ સમગ્ર ઘટના જૂની અદાવતને લઈને થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:Robbery at Gunpoint - બંદૂકની અણીએ લૂંટ કરવા જતા દંપતીની ધરપકડ
ત્રણ સિનિયર તબીબોએ જુનિયરને માર્યો માર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ઈન્ટર્ન તબીબો દ્વારા જુનિયર તબીબને માર મારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સિનિયર ડો. જીમિત ગઢીયા, ડો. કેયુર મણીયાર અને ડો. આલોક સિંહે જુનિયર તબીબ ડો. ધવલને ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જુનિયર તબીબે જણાવ્યું હતું કે, તેને હોસ્પિટલમાં સિનિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે હવે પરીક્ષા પુરી થઇ ગઈ છે. હવે અમે તને સીધો કરીશું, આ અંગે મેં તેમને પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો, ત્યારે મારા સિનિયરે કહ્યું કે તું અમારુ માનતો નથી. તેમ કહીને પહેલા એક સિનિયરે પાછળથી તેના માથા પર માર માર્યો અને અન્ય સિનિયરોએ તેને ઢીકાપાટુ મારવાનું શરૂ કરી દીધું હતું.