રાજકોટઃ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે (Jitu Vaghani on Rajkot Visit) હતા. અહીં તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. જ્યારે હાલ શાળાઓમાં કોરોના (Rajkot School Corona)ના કેસ વધવા મંડ્યા છે ત્યારે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, ફરી વાર વાલીઓના સંમતિ પત્ર લેવામાં આવશે. તેમજ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણધિકારી દ્વારા શહેર અને જિલ્લાઓની શાળામાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાત તે માટે સમયાંતરે ડ્રાઇવ (Corona drive in school) યોજશે અને ચેકિંગ પણ કરશે.
વાલીઓમાં બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ 1થી 5માં જે કોરોના (Jitu vaghani on corona)ના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગની સાથે સંકલનમાં છે. જ્યારે જે બાળકોને ઓફલાઇન અથવા ઓનલાઈન ભણવું હોય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ વાલીઓ પાસે એક વખત અગાઉ પણ ઓફલાઇન માટે સંમતિ પત્ર લેવામાં આવ્યા છે, જરુર પડશે તો બીજી વખત પણ સંમતિ પત્ર લેવામાં આવશે. શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે.