- સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હડતાળમાં
- HUDIના નવા કાયદા સામે વેપારીઓમાં આક્રોશ
- વેપારીઓ દ્વારા તાળા લટકાવીને સજ્જડ બંધ પડાયો
HUIDને અંગે થયેલી હડતાળમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ પણ જોડાયા - જ્વેલર્સ
HUDIને લઈને આવેલા નવા કાયદા સામે સોના-ચાંદીના વેપારી આલમમાં આક્રોશ જોવા મળ્યો છે. જેને લઈને સોના-ચાંદીના વેપારીઓએ પોતાની દુકાનો અને જવેલર્સ પર તાળા મારીને હડતાળ યોજી હતી. જેમાં રાજકોટ જિલ્લાના તમામ સોના-ચાંદીના વેપારીઓ જોડાયા હતા.
રાજકોટ: જિલ્લામાં સોના-ચાંદીના વેપારીઓ દ્વારા સોના-ચાંદીના દાગીનાઓમાં HUDI નંબર લગાવવાના નવા કાયદાના કારણે જેતપુર, ઉપલેટા અને ગોંડલ સહિત રાજકોટ જિલ્લાના તમામ સોના-ચાંદીના વેપારીઓ દ્વારા આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા સોના-ચાંદીના ઘરેણામાં લાગુ કરેલા નવા હોલમાર્ક કાયદામાં અનેક અડચણો હોવાના અને સોના-ચાંદીના વેપારીઓને સરકાર દ્વારા કોઈ રાહત ન અપાતા વેપારીઓ દ્વારા આજરોજ હડતાળ પાડીને કેન્દ્ર સરકારના HUDIના નવા કાયદાનો વિરોધ કરાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના તમામ સોની વેપારીઓ જોડાયા હતા.