રાજકોટ: જેતપુર પોલીસે અને SOGએ બાતમીના આધારે મેહબૂબ ઉર્ફે મેબલો પરમારની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. મેહબૂબ પાસેથી 3.08 મિલીગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત 3,80,000 આંકવામાં આવે છે. પોલીસે આ સાથે જ મહેબુબ પાસેથી 3,28,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, મેહબૂબ આ ડ્રગ્સ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી લઈ આવતો હતો અને જેતપુરમાં યુવાનોને વહેંચતો હતો. આ ઉપરાંત આરોપી પોતે પણ ડ્રગ્સનો વ્યસની હતો.
રાજકોટ: જેતપુર પોલીસે ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી - જેતપુર પોલીસ
રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેથી જેતપુરમાં ચકચાર મચી છે. જેતપુર શહેર પોલીસ અને SOG દ્વારા જેતપુરના ગેબનશા પીરની દરગાહ પાસેથી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
જેતપુર પોલીસે ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે, જેતપુર પોલીસ સ્ટેશનમાં મેહબૂબ પઠાણ વિરુદ્ધ 3 મારામારીના કેસ આ અગાઉ પણ દાખલ થયા હતા. જેથી પોલીસે NDPS એક્ટ મુજબ મહેબૂબ વિરુદ્ધ ગુનો નોંધી આ ડ્રગ્સના તાર ક્યાં-ક્યાં સુધી લંબાયેલા છે અને કોણ-કોણ આ કેસમાં સામેલ છે, તે દીશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.