- કોરોનાની ચેઈન તોડવા જેતપુર APMC બંધ રાખવાનો કરાયો નિર્ણય
- 25 એપ્રિલ સુધી જેતપુર APMCમાં હરાજી રહશે બંધ
- યાર્ડમાં આવેલી મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી
રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. રાજ્યમાં સ્મશાનો અને કબ્રસ્તાનોમાં લાઈનો લાગી છે, ત્યારે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના જેતપુરના APMC એટલે કે માર્કેટ યાર્ડ આગામી 25 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય APMC અને વેપારી એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા
બંધને જેતપુર APMCમાં સારો પ્રતિસાદ મળ્યો