- રાજકોટમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા મૌલિક અને જલ્પા પર હુમલો
- જલ્પાના પતિએ શંકાના આધારે બંન્નેને જાનથી મારી નાખવાની આપી ધમકી
- જલ્પા અને મૌલિકે નોંધાવી પોલીસ ફરિયાદ
રાજકોટઃ શહેરમાં ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા મૌલિક સરવૈયા અને જલ્પા પટેલ પર મોડી રાત્રે જલ્પાના પતિ કેતન ત્રાંબડીયા અને અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ‘તમારે શું સંબંધ છે, તેમ કહી શંકાના આધારે બંનેને બેફામ માર માર્યો હતો. તેમજ મૌલિકને માથામાં મોટી ઇજા પહોંચાડી હતી. બંનેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. હાલ બન્નેને સિવિલ હોસ્પિટલ (civil hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.