- વરસાદનું ફરી આગમન થતા મુરઝાતા મોલ પર કાચું સોનું વરસતું જોવા મળ્યું હતું
- અસહ્ય ગરમી સામે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંથકના લોકોએ પણ અનુભવ્યો હાંશકરો
- જેતપુર શહેર ગ્રામ્યમાં કુલ 20 મિમી વરસાદ નોંધાયો
- ગોંડલ શહેર ગ્રામ્યમાં કુલ 54 મિમી વરસાદ નોંધાયો
રાજકોટઃ જિલ્લામાં વરસાદ વરસતા ધરતી પુત્રો પર ફરી રોનક જોવા મળી રહી છે અને ખેતરોના પાકમાં પણ નવું જીવનદાન જોવા મળી રહ્યું છે. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણી રસ્તાઓ પર વહેતા થતાં જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં વરસાદની ફરી એક વાર ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં મંગળવારે બપોર બાદ ધીમીધારે વરસાદ બાદ વરસાદ જોવા મળ્યો હતો. બુધવારે સવારે રાજકોટ જિલ્લામાં ધીમીધારે વરસાદે ગતિ પકડી હતી.
આ પણ વાંચો:ગીર સોમનાથના તાલાલામાં 6 કલાકમાં 6.5 અને ઉનામાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી