રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર સવારથી જ આઇટી વિભાગ દ્વારા દરોડા (IT Raid Rajkot) પાડવામાં આવ્યા છે. પુજારા ટેલિકોમની સરદારનગર રોડ પર આવેલી મેઈન ઓફિસ, હરિહર ચોકમાં આવેલા નિવાસ સ્થાન સહિતના સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા દરોડા (Raid on Pujara Telecom) પાડવામાં આવ્યા છે. આઇટી વિભાગની અલગ અલગ ટિમ દ્વારા આ તમામ સ્થળોએ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરોડાની (IT raids on renown telecom trader) કાર્યવાહી કરવામાં આવી છે. ટેલિકોમ કંપની પર દરોડાની કાર્યવાહી થતા મોબાઈલ વિક્રેતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મોબાઇલને લઈને પાડવામાં આવ્યા દરોડા
એવું માનવામાં આવી રહ્યું છે કે ઓપો મોબાઈલ પર દેશમાં ઠેર ઠેર દરોડા (IT Raid Rajkot) પાડવામાં આવ્યા છે. જેને લઈને સૌરાષ્ટ્રના સૌથી મોટા મોબાઈલ વિક્રેતા એવા પુજારા ટેલિકોમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ તેમના ઘર, ઓફિસ, દુકાન સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં આઇટી વિભાગના દરોડાની (Raid on Pujara Telecom) કામગીરીને રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે.