- કોરોનાની સારવારમાં માનસિક સારવાર પણ એટલી જ જરૂરી
- કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડે છે દર્દીઓ
- કાઉન્સેલિંગ થેરાપી દ્વારા ઘણી રાહત મળે છે
રાજકોટ: કોરોના (Corona) દર્દીઓને સ્વસ્થ થવા માટે માત્ર સારવાર નહીં પણ મજબુત મનોબળ પણ જરૂરી છે. મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞોના કાઉન્સેલિંગ થેરાપી દ્વારા દર્દીઓને માનસિક મનોબળ પૂરું પડાતા દર્દીઓ સ્વસ્થ થવામાં ઉપીયોગીતાની કિસ્સાઓ જોઇએ તો જણાય કે કાઉન્સેલિંગ થેરાપીમાં અપાતી રીલેકસેશન ટેક્નિક, સજેશન ટેક્નિક કોરોનાના દર્દીઓમાં કારગત નીવડી છે.
દર્દી બાયપેપ પર હતા અને ઓક્સિજન 80 હતું
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. હસમુખ ચાવડા પોતાના વતન સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં ગયા હતા. ત્યાં ડો. ભરત સોલંકીએ હસમુખ ચાવડાને કહ્યું કે મારા એક દર્દીને માનસિક સધિયારાની જરૂર છે આપ આવો અને તેમને માનસિક હૂંફ આપો. ડો. હસમુખ ચાવડા ડોક્ટરના કહ્યા પ્રમાણે આઈ. સી. યુ વોર્ડમાં દર્દીને મળવા ગયા. દર્દી ઓક્સિજન ઉપર હતા, બાયપેપ પર હતા ત્યારે તેનું ઓક્સિજન 80 આવતું હતું. ડો. હસમુખ ચાવડાએ કાઉન્સેલિંગ થેરાપી રીલેકસેશન ટેક્નિક આપી ત્યારે તેમનું ઓક્સિજન 88-90 આજુબાજુ આવવા લાગ્યું. આ જોઈને ડોકટરના મિત્રએ હસમુખ ચાવડાને અભિનંદન આપ્યા હતા.ત્યારબાદ તે દર્દી આઇસીયુમાંથી નોર્મલ બેડ પર આવી ગયા અને હાલ તેઓ ઓક્સિજન વગર પોતાના શ્વાસોશ્વાસ મેન્ટેન કરે છે.