- પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાય તે સારી બાબત: નરેશ પટેલ
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે
- આ બેઠક માત્ર ઔપચારિક મુલાકાત હતી: નરેશ પટેલ
રાજકોટઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આજે રાજકોટની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે પણ બેઠક (Rajkot Bjp president CR PATIL meeting naresh patel) યોજી હતી. સી.આર.પાટીલે નરેશ પટેલના એસ્ટ્રોન સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને તેમની સાથે ચા પીને ચર્ચા કરી હતી. ત્યારબાદ પાટીલ પોતાના અન્ય કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા. જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ નરેશ પટેલ સાથે મુલાકાત કરતાં ફરી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જ્યારે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે માત્ર સૂચક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. જેમાં કોઇપણ રાજકીય ચર્ચા થઈ નથી.
પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચાય તે સારી વાત
સી.આર પાટીલે પોતાના રાજકોટના પ્રવાસ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત (c r patil press conference)માં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો ઉપર કરવામાં આવેલા કેસને પરત (the case of Patidar movement is withdrawn) કરવા માટે સક્રિય છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ છે. જ્યારે આ મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ સારી બાબત છે. જ્યારે અમે આ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજુઆત કરી ચૂક્યા છીએ. ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થા વતી અમે વારંવાર આ અંગે રજૂઆત કરી છે.