ગુજરાત

gujarat

ગુજરાતમાં 8 બેઠકો માટેની પેટા ચૂંટણીને લઈને ગોરધન ઝડફિયા સાથે ETVની ખાસ વાતચીત

By

Published : Sep 25, 2020, 12:22 PM IST

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ તેમજ કૃષિ બિલ અંગે સ્પષ્ટતા આપી હતી.

gordhan zadafiya
gordhan zadafiya

રાજકોટ: ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા આજે રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કૃષિ બિલ અંગેની સ્પષ્ટતા કરી હતી.

ગુજરાતમાં 8 બેઠકો માટેની પેટા ચૂંટણીને લઈને ગોરધન ઝડફિયા સાથે ETVની ખાસ વાતચીત

કૃષિ બિલ અંગે તેમણે જણાવ્યું હતું કે, કૃષિ બિલ આવવાના કારણે એકપણ એપીએમસી બંધ નહિ થાય અને ખેડૂતોને ટેકાના ભાવ પણ મળી રહેશે. આ સાથે જ આ બિલ આવવાના કારણે ખેતીક્ષેત્રે પણ તંદુરસ્ત હરીફાઈ જોવા મળશે.

કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર ખેડૂતોને ભોળવે છે અને માત્ર ભ્રમ ફેલાવી રહી છે. જ્યારે ચૂંટણીને લઈ તેમણે કહ્યું હતું કે, હજુ પેટાચૂંટણી જાહેર થઈ નથી. પરંતુ અમે બુથ લેવલની તૈયારીઓ કરી લીધી છે અને આગામી પેટાચૂંટણીમાં 8 બેઠકો પર ભાજપની જ જીત થશે. મોરબી બેઠક પરના જૂથવાદ અંગે કહ્યં કે જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ હાથમાં તલવાર લઈને ચૂંટણી પડવા માટે તૈયાર થઈ જાય છે.






ABOUT THE AUTHOR

...view details