રાજકોટ : રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ (International Cricket in Rajkot) ક્રિકેટ મેચ રમાયો ન હતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી એકવાર રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેમાં આગામી 17 જૂન 2022 ના રોજ ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. ત્યારે આ માટે ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. જે રીતે આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીમાં ચોથો મેચ રાજકોટમાં રમાશે. ત્યારે આ અંગેની સત્તાવાર જાહેરાત BCCI ના સેક્રેટરી જય શાહે કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં કુલ 8 મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 ટી-20 અને 3 વન ડેનો સમાવેશ થાય છે.
ક્યાં ક્યાં શહેરમાં રમાશે - ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે 23 એપ્રિલ શનિવારના રોજ આ સિરીઝના સંપૂર્ણ શેડ્યૂલની (India Africa Match Schedule) જાહેરાત કરી હતી. જેમાં કાર્યક્રમ પ્રમાણે આ સિરીઝની મેચ પાંચ શહેરોમાં ટી-20 સીરિઝની મેચ (India vs Africa T20 Match) રમાશે. દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોર શહેરોના નામનો સમાવેશ થાય છે. જેથી આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થવાની છે અને તે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં (IND vs SA Rajkot Match) પહેલી ટી-20 મેચ રમાશે.
આ પણ વાંચો :IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત આઠમી વખત હાર, લખનૌ 36 રને જીત્યું