- કોરોનાની ડ્યુટી કરતા ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપેન્ડ સિવાયનું વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી
- ઇન્ટર્ન તબીબોએ રૂપિયા 5 હજાર વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી
- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને જયંતી રવિને ઈ-મેઇલ દ્વારા કરી માગ
રાજકોટઃ શહેરમાં કોરોનાની ડ્યુટી કરતા ઇન્ટર્ન તબીબોએ રાજ્ય સરકાર પાસે સ્ટાઇપેન્ડ સિવાયનું રૂપિયા 5 હજાર વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી છે. રાજકોટ, ભાવનગર અને વલસાડના ઇન્ટર્ન તબીબોએ ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર એસોશિએશન મારફતે આરોગ્ય પ્રધાન અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને જયંતી રવિને ઈ-મેઇલ દ્વારા કોરોનાનું વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી છે.
ઇન્ટર્ન તબીબોએ કોરોનાનું વધારાનું ભથ્થુ ચુકવવાની માગ કરી આ પણ વાંચોઃ ધારપુર હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ
ઇન્ટર્ન ડોક્ટરોને અગાઉ કોરોના ભથ્થુ ચુકવવામાં આવતું હતું
રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ કહ્યું કે, ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોને કોરોના વોર્ડમાં ડ્યુટી ફાળવવામાં આવે છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન ડોક્ટરોને રૂપિયા 13 હજારનું સ્ટાઇપેન્ડ અને રૂપિયા 5 હજારનું કોરોના ભથ્થુ ચુકવવામાં આવતું હતું. ત્યારે બેંચ બદલતા હવે કોરોનાનું ભથ્થુ જૂનિયર ઇન્ટર્ન ડોક્ટરોને પણ ચુકવવામાં આવે તેવી માગ કરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે તો ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર એસોસિએશનની બેઠકમાં કઈ રીતે લડત ચલાવવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સ્ટાઈપેન્ડને લઈ કર્યો વિરોધ