- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં દિવ્યાંગ યુવકે આપી પરીક્ષા
- જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ હોવા છતાં યુવકે હાર ન માની
- દિવ્યાંગ યુવકે હાલમાં જ Ty BAની પરીક્ષા આપી લોકોને પ્રેરણા પૂરી પાડી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન એક દિવ્યાંગ યુવકસૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત (Inspiration) બન્યો છે. ઉત્તમ મારુ નામ દિવ્યાંગ યુવકને (Divyang Youth Uttam Maru) જન્મથી જ દ્રષ્ટિહીન (visually impaired), નાક, તાળવું, હોઠ નથી. જ્યારે આ યુવાનની અત્યાર સુધીમા 10 જેટલી વિવિધ સર્જરી કરવામાં આવી છે. તેમ છતાં દિવ્યાંગ યુવક હિંમત હાર્યા વગર હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષાઓ આપવા માટે આવી રહ્યો છે. તાજેતરમાં ઉત્તમની (Divyang Youth Uttam Maru)સર્જરી કરવામાં આવી છે. ત્યારે તેને યુરિન માટેની કોથળી લગાડવામાં આવી છે છતાં પણ તે હિંમત હાર્યા વગર તે TYBAની પરીક્ષા આપી રહ્યો છે. જે તમામ પરિક્ષાર્થીઓએ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.
આ પણ વાંચો-Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું
મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.માં અભ્યાસ
ઉત્તમ મારુ (Divyang Youth Uttam Maru) હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ટીવાય બી.એ. (TyBA) સેમેસ્ટર 5ની પરીક્ષા આપી રહ્યો છે. તે યુનિવર્સિટીમાં સંસ્કૃત મુખ્ય વિષય સાથે BA કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વિવિધ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓની તારીખ જાહેર થઈ તે દરમિયાન જ ઉત્તમની સર્જરી કરવામાં આવી હતી. તેમ છતાં ઉત્તમે હિંમત હાર્યા વગર પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને હાલ તે પોતાના શરીર સાથે લાગેલી યુરિનની કોથળી TY BAની સેમેસ્ટર 5ની પરીક્ષા જસાણી કોલેજમાં આવી રહ્યો છે. જેને બિરદાવવા માટે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) ઉપકુલપતિ વિજય દેસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.