ગુજરાત

gujarat

ETV Bharat / city

વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા એટલે Insomnia - વૃદ્ધાવસ્થામાં ઊંઘની સમસ્યા

મોટાભાગના વૃદ્ધો રાત્રિ સમયે અનિદ્રાના કારણે પીડાતાં હોય છે. વયના કારણે પિનિયલ ગ્રંથિ નબળી પડતાં અમુક સ્ત્રાવમાં કમી થાય છે જેનાથી ઊંઘ અને જાગૃતિ ચક્રને ખોરંભે પડે છે. સારી ગુણવત્તાની ઊંઘ સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે મહત્વપૂર્ણ છે. Insomniaથી ઊંંઘના અભાવના પરિણામે હાઈબ્લડ પ્રેશર, મેદસ્વીપણા, જઠરાંત્રિય સમસ્યાઓ, સંકલનનો અભાવ, એકાગ્રતાનો અભાવ વગેરે સમસ્યાઓ થાય છે.

વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા એટલે Insomnia
વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા એટલે Insomnia

By

Published : Jul 30, 2021, 1:01 PM IST

  • વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા Insomnia
  • અનિદ્રાની સમસ્યાથી મોટાભાગના વૃદ્ધ પીડાય છે
  • મહિલાઓ કરતાં પુરુષોમાં ઇન્સોમેનિયા વધુ જોવા મળે છે


રાજકોટ: વૃદ્ધાવસ્થામાં વિવિધ પ્રકારની તકલીફો અનુભવાતી હોય છે. જેમાં ખાસ જોઈએ તો અનિંદ્રાની સમસ્યા જેને ઇન્સોમેનિયા ( Insomnia ) તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં વૃદ્ધોને એકલા લાગવું, બેચેની, ઘર, કુટુંબના વિચારો આ બધા કારણેે ઘણી તકલીફો થતી હોય છે. ઉપરાંત અન્ય પર આધારિતતા આ સમયમાં વધી જતાં હતાશા ઘેરી વળે છે. કોઈ જ કામ ન હોવાને લીધે ક્યાંક લઘુતાગ્રંથિ અનુભવતા હોઇ ઊંઘમાં તકલીફ પડતા Insomnia ની શરૂઆત થાય છે.

ભવનમાં આવતા ફોન અને રૂબરૂ આવતા વડીલોની એક કોમન સમસ્યા

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની નારીયા ધરતીએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં ભવનમાં આવતા વડીલો અને ફોનનું વિશ્લેષણ કરતા જણાયું કે વૃદ્ધોમાં અનિંદ્રાની સમસ્યા ( Insomnia ) મુખ્ય જોવા મળી. આખી રાત દરમિયાન માત્ર એકથી બે કલાક જ તેઓને ઊંઘ આવે અને આખો દિવસ ઊંઘ નથી આવતી.

શું છે ઇનસોમેનિયા?

આ સમસ્યામાં વ્યક્તિને પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવતી જ નથી. આખી રાત તેઓ જાગતા રહે છે અને દિવસે પણ તેમને ઊંઘ આવતી નથી. સતત 5 કલાક પણ સૂઈ શકતા નથી. માત્ર એક બે કલાક ખૂબ પ્રયત્ન બાદ સૂઈ શકે અને અચાનક જ ઊંઘમાંથી જાગી જાય છે.

દાખલા તરીકે એક વૃદ્ધની ઉંમર આશરે 72 વર્ષ છે, આર્થિક રીતે સુખી હોવા છતાં ભવિષ્યમાં વહીવટ દીકરાઓ કેવી રીતે સંભળાશે એ ચિંતામાં આખી રાત સૂઈ શકતા નથી અને દિવસ આખો બેચેની રહ્યા કરે છે. સ્ત્રીઓ કરતા પુરુષોમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

અસરો
ઊંઘ ન અવવાને કારણે સ્વભાવ ચીડિયો બનવો
બેચેની
ગુસ્સો
સુસ્તી લાગવી
રોજિંદી ક્રિયા સરખી રીતે ન કરી શકવી
ધ્રુજારીની બીમારીનો અનુભવ
રક્તવાહિનીનો રોગ થયો તેવો ભ્રમ
ચિતભ્રમ
શ્વાસ અથવા ફેફસાની બીમારીનો અહેસાસ
ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરમાં ફેરફાર

કારણો
ઉંમરના કારણે
તણાવ
ભય
અતિ ચિંતા
કુટુંબની ચિંતા
ઘરે એકલું અનુભવવું
સંતાનો સાથે અણબનાવ.
પતિ અથવા પત્નીનું મૃત્યુ
મનમાં અનેક વિચારોની અસર

ઉપચાર
હળવું સંગીત
અધ્યાત્મ પ્રવૃત્તિ
વાંચન
સૂતી વખતે નિષેધક વિચારો ન કરવા
યોગ્ય લાગે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ હળવી ઊંઘની દવાઓ

ABOUT THE AUTHOR

...view details