રાજકોટઃ વર્ષ 2016માં રાજકોટના અલગ- અલગ ત્રણ વિસ્તારમાં પથ્થરો વડે લોકોની હત્યા (Rajkot Stone Killer Case) કરાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી હતી અને હિતેશ રામાવત (hitesh ramavat) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હિતેશની મોડેસ ઓપરેન્ડી લોકોને વાતોમાં ફોસલાવીને ત્યારબાદ તેમને પથ્થરો વડે હત્યા કરી નાંખવાની હતી. આમ તેણે એક બાદ એક ત્રણ જેટલી હત્યા કરી હતી અને એકમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં ત્રણ- ત્રણ હત્યા પથ્થરો વડે કરવાની ઘટના સામે આવતાં રાજ્યભરમાં આ મામલાએ હાહાકાર મચાવ્યો હતો.
પથ્થર વડે કરતો હતો જેથી સ્ટોન કિલર નામ પડ્યું
20 એપ્રિલ 2016ના રોજ સાગર મેવાડાની હત્યા કરી હતી. જે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ (Bhaktinagar station plot) વિસ્તારનો બનાવ છે. 23 મે 2016 રોજ રિક્ષાચાલક પ્રવિણભાઇની મુંજકા નજીક પથ્થરના ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 26 મે 2016ના કાલાવડ રોડ પર સ્ટોન કિલર દ્રારા હત્યાની કોશિશ અને 2 જૂન 2016 પાળ ગામની સીમમાં વલ્લભભાઇ નામના પ્રૌઢની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી હતી. શહેરમાં ત્રણ ત્રણ હત્યા અને તે પણ પથ્થર વડે કરવામાં આવી હતી. હત્યા બાદ હિતેશ મૃતકોના મોબાઈલ અને પૈસા સહિતની કિંમતી વસ્તુઓ લઈ લેતો હતો.