- રાજકોટ એઈમ્સનુ કામ વહેલી તકે પૂર્ણ થશે
- 19 ફેકલ્ટી માટે 69 પ્રોફેસરોની ભરતી
- સમગ્ર દેશ અને દુનિયામાંથી અરજીઓ મંગાવામાં આવી
રાજકોટ: શહેરમાં તૈયાર થઈ રહેલી એઈમ્સ (AIMS)માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જેને લઈને હવે પ્રાધ્યાપક ડોક્ટર્સની ટીમની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એઈમ્સ દ્વારા અગાઉ 3 ડિપાર્ટમેન્ટ માટે 15 પ્રોફેસરની ભરતી થઈ ચુકી છે. જયારે અન્ય 19 ફેકલ્ટી માટે 5 પ્રોફેસર, 19 સહયોગી પ્રોફેસર અને 45 સહાયક પ્રોફેસર સહીત કુલ 69 પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે અરજી મંગાવવામાં આવી છે.
ડિસેમ્બર - 2021 થી ઓ.પી.ડી. કાર્યરત
રાજકોટ એઈમ્સ ખાતે ડિસેમ્બર -2021થી ઓ.પી.ડી. કાર્યરત થઈ જશે. જેના અનુસંધાને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એઈમ્સ સુધી પહોંચવા માટેના રોડનું કામકાજ વહેલી તકે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રૂડાના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એઈમ્સની ટીમ સાથે સતત સંપર્કમાં છે. લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે. તેમજ એઈમ્સનો પ્રોજેકટ વહેલાસર પૂર્ણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દિલ્હી એઇમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે યોજી બેઠક