- મોઘવારીનો વધુ એક ફટકો રાજકોટ વાસીઓને
- ખાદ્ય તેલના ભાવમાં વધારો
- તેહવારોને કારણે ભાવમાં વધારો
રાજકોટ: મોંઘવારીનો માર સહન કરતી જનતા માટે માથે વધુ એક બોજો વધ્યો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બે રૂપિયા 30નો જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે. જેને લઇને સામાન્ય અને મધ્યમવર્ગના લોકોનું જીવવું હવે મુશ્કેલ બની ગયું છે. અત્યારે રાજ્યમાં વરસાદ પણ પાછો ખેંચાયો છે. આગામી દિવસોમાં સાતમ-આઠમનો તહેવાર પણ નજીક છે એવામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થવાને લીધે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એવું અનુમાન છે કે હાલ મગફળીના ભાવ પણ વધી રહ્યા છે તેની પણ સિંગતેલના ભાવ ઉપર અસર પડતી હોય છે.
સીંગતેલનો ડબ્બો રૂપિયા 2430ની સપાટીએ પહોંચ્યો
એક તરફ ચોમાસુ રાજ્યમાં શરૂ થયુ છે, પણ વરસાદ ખેંચતા અને આગામી દિવસોમાં આવનાર સાતમ આઠમના તહેવાર દરમિયાન ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા
મળી રહ્યો છે. ગઈ કાલે સિંગતેલમા રૂપિયા 30નો વધારો થયો છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 2430ની સપાટીએ પહોંચ્યો છે. ગયા અઠવાડિયે જ સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં રૂપિયા 100થી લઈને 200 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાલુ સપ્તાહમાં તેલના ભાવ વધતા લોકોમાં પણ રોષ ફેલાયો છે.
આ પણ વાંચો : સતત વધી રહેલી મોંઘવારીને લઇને આમઆદમી પાર્ટીના કાર્યકરોએ આપ્યું કલેક્ટરને આવેદનપત્ર
કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો થયો વધારો