ગુજરાત

gujarat

Indian Railways scheme : ખાનગી કંપની કે કોઈ વ્યક્તિ પોતાનું નામ સ્ટેશનના નામ સાથે જોડી શકશે

રેલવેના ખાનગીકરણની પ્રક્રિયાઓમાં રેલવેતંત્ર પોતાની અનેક સેવાને વિસ્તારી રહી છે. ભારતીય રેલવે ખાનગી ટ્રેનો દોડાવી રહી છે ત્યારે હવે કો-બ્રાન્ડિંગ (Co - Branding Scheme of Railway Stations)નીતિ લવાઈ છે. કો-બ્રાન્ડિંગથી રેલવે વધારાની આવક (Scheme for additional revenue of the Ministry of Railways)ઊભી કરવા માગે છે.

By

Published : Mar 9, 2022, 8:06 PM IST

Published : Mar 9, 2022, 8:06 PM IST

Indian Railways scheme : ખાનગી કંપની કે કોઈ વ્યક્તિ પોતાનું નામ સ્ટેશનના નામ સાથે જોડી શકશે
Indian Railways scheme : ખાનગી કંપની કે કોઈ વ્યક્તિ પોતાનું નામ સ્ટેશનના નામ સાથે જોડી શકશે

રાજકોટ: ભારતીય રેલવે (Indian Railways scheme) દ્વારા નોન-ફેર રેવન્યુ (NFR) યોજના હેઠળ રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગની (CoBranding Scheme of Railway Stations )નવી કલ્પના શરૂ કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ/જાહેર ઉપક્રમો અને બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાઓ માટે ખુલ્લી છે.

રેલવે સ્ટેશનના નામની સાથે બ્રાન્ડ નામ અથવા લોગો લગાડી શકશે

રેલવેની સંભવિતતાનો ઉપયોગ કરવા અને નોન-ફેર રેવન્યુ (NFR) ની આવકમાં વધારો કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત 'કો-બ્રાન્ડિંગ ઓફ રેલવે સ્ટેશન'નો (CoBranding Scheme of Railway Stations ) ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ, સંબંધિત લાઇસન્સ ધારક (બ્રાન્ડ માલિક) ને ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળના ભાગમાં તેનું બ્રાન્ડ નામ અથવા લોગો ઉમેરવાનો જાહેરાત અધિકાર સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યોજના કેવળ જાહેરાતનું સ્વરૂપ છે અને તેનો અર્થ રેલવે સ્ટેશનના નામમાં (Indian Railways scheme) ફેરફાર થતો નથી.

આ પણ વાંચોઃ Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે

કો-બ્રાન્ડિંગ નીતિ અંતર્ગત લોગો અથવા નામ લખવામાં આવશે

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ (CoBranding Scheme of Railway Stations )નીતિનો (Indian Railways scheme) ઉદ્દેશ્ય ભાડા સિવાયની આવક (Scheme for additional revenue of the Ministry of Railways )પેદા કરવાનો છે. આ હેઠળ, લાયસન્સધારક (બ્રાન્ડ માલિક)ને તેનું બ્રાન્ડ નામ અથવા લોગો ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ ઉમેરવાની પરવાનગી આપવામાં આવશે અને આવા બ્રાન્ડનું નામ બે શબ્દોથી વધુ ન હોવું જોઈએ. જો કે, રેલવે ટિકિટો, પબ્લિક રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ), વેબસાઇટ્સ, રૂટ મેપ, જાહેર જાહેરાત સિસ્ટમ, રેલ ડિસ્પ્લે નેટવર્ક વગેરે પર કો-બ્રાંડિંગની પરવાનગી આપવામાં આવશે નહીં, જ્યાં રેલવે સ્ટેશનનું નામ તેના મૂળ નામ પ્રમાણે જ હશે. ઉપરોક્ત વિષય પર વિગતવાર નીતિ વાણિજ્યિક પરિપત્ર નં. 07 ના 2022 વેબસાઇટ www.indianrailways.gov.in હેઠળ ઉપલબ્ધ છે.

રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ નીતિના (Scheme for additional revenue of the Ministry of Railways) મુખ્ય લક્ષણો નીચે મુજબ છે

1. રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ બ્રાન્ડ નામ અથવા લોગો ( 02 શબ્દોથી વધુ નહીં) લગાડવામાં આવશે.

2. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની તમામ જગ્યાઓ જ્યાં રેલવે સ્ટેશનનું નામ પ્રદર્શિત અને ફરતું હોય છે તે વિસ્તાર માં કો-બ્રાન્ડિંગને મંજૂરી આપવામાં આવશે.

3. આ યોજના જાહેરાત એજન્સીઓ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે લાગુ પડે છે. બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિત નામાંકિત ખાનગી કંપનીઓ માટે પણ ખુલી છે.

4. ઓપન ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા (www.ireps.gov.in) દ્વારા સ્ટેશનોના કો-બ્રાન્ડિંગ માટેનો કરાર 01 થી 03 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે.

5. જગ્યા પૂરી પાડવી એ કેવળ લાયસન્સના આધારે છે.

આ પણ વાંચોઃ ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું પરિક્ષણ, રેલવે પ્રધાને આપ્યું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details