- ઓનલાઈન ભણતરને લીધે માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી
- નવા શિક્ષણ સત્રમાં શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી શરૂ
- 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા
રાજકોટ :શહેરમાં ઓનલાઈન ભણતરને લઈને માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી ગઇ છે. શિક્ષણ ક્ષેત્રે ધોરણ 1થી 12નું શૈક્ષણિક ક્ષત્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટની વિવિધ શાળાઓમાં નવુ શિક્ષણ સત્રમાં શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરી દીધી છે.
10 દિવસમાં માર્કેટમાં 14 કારોડ આસપાસનું ટ્રાન્જેક્શન
ઓનલાઈન ભણતરને લઈને માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી ગઇ છે. 10 દિવસમાં માર્કેટમાં 14 કારોડ આસપાસનું ટ્રાન્જેક્શન થયું છે. વાલીઓ લોન અને કાર્ડ પરથી ખરીદી કરી રહયા છે. બજારમાં ટેબ્લેટ, મોબાઈલ અને લેપટોપની ખરીદી વધી રહી છે. વાલીઓના બજેટમાં સીધી અસર દેખાઇ રહી છે. રાજકોટમાં રૂપિયા 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. સતત બીજા વર્ષે સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે કે, ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને અને તેના પરિવારને મુશ્કેલી પડી રહી છે.
70 ટકા વાલી લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા લોકો રોકડેથી ખરીદી કરી
ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂપિયા 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. જેમાં 70 ટકા વાલી લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા લોકો રોકડેથી ખરીદી કરે છે. સાથે-સાથે આંખને પણ નુકશાન થાય આવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. મેન્યુલી કરતા ઓનલાઈન ભણતર ફાવતું નથી તેવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે.