રાજકોટઃ રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાએ આ ખાતમુહૂર્તમાં હાજરી આપી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી જેવા પાયાની સુવિધાના કામોને રાજય સરકાર પ્રાથમિકતા આપી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. વિંછિયાને અલગ તાલુકાનો દરજ્જો મળ્યો ત્યારથી વિકાસના કામોના દ્વાર ખૂલ્લા થયા છે.
રાજકોટના વિંછિયામાં રૂ. 18 લાખના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું - રસ્તાનું ખાતમુહૂર્ત
રાજકોટ જિલ્લાના છેવાડાના કહેવાતા એવા વિંછિયા ખાતે આવેલા ખોડિયારપરામાં રૂ. 18 લાખના સીમેન્ડ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં નગરપાલિકા પણ થશે. આ ઉપરાંત તાલુકા સેવા સદન, પંચાયત ભવન, આઈટીઆઈના નવા ભવનો, કૌશલ્ય વર્ધન કેન્દ્ર સહિત આ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિજ્ઞાન પ્રવાહ સાથેની હાયર સેકન્ડરી સ્કુલ તેમજ સાયન્સ કોલેજને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારના માલધારીઓના પશુધન માટે ડેરી પ્રોજકેટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. વિંછિયા શહેરમાં હાલ ભૂર્ગભ ગટરની કામગીરી પ્રગતિમાં હેઠળ છે ત્યારે શહેરના મુખ્ય બજાર અને પરા વિસ્તારને ખાસ હિસ્સામાં આવરી લઈ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવાની આશા છે.
આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રાબા, ઇજનેર જોષી, અગ્રણી ખોડાભાઇ ખસીયા, સોમાભાઇ ગોહેલ, બીપીનભાઇ જસાણી, ભૂપતભાઇ રોજાસરા અને પંચાયત સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.