- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતો જોવા મળે છે
- રાજકોટમાં 18 એપ્રિલે 69 દર્દીના મોત થયા હતા
- 19 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે હાલ રાજકોટમાં 12 વાગ્યા સુધીમાં 294 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃખેડા જિલ્લામાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 67 દર્દીના મોત થયા
શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે. દિન-પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 67 દર્દીના મોત થયા હતા. ત્યારે સમગ્ર મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. રાજકોટમાં 18 એપ્રિલે 69 દર્દીના મોત થયા હતા. જે પૈકી 19 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા હતો.