ગુજરાત

gujarat

ETV Bharat / city

બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના

કોરોના કાળમાં અનેક પરિવારો આર્થિક રીતે તો ભાંગી જ પડ્યા છે, પણ પરિવારઓની લાગણીઓ પણ વેર-વિખેર થઈ ગઈ છે. અનેક પરિવારે પોતાના સ્વજનો કોરોનામાં ગુમાવ્યા છે જેમને તેઓ આજે પણ યાદ કરીને આંસું સારી રહ્યા છે. આજે રક્ષાબંધન,ભાઈ-બહેનનનો તહેવાન છે, ત્યારે આજે અનેક ભાઈઓના કાંડા સુના પડશે તો ક્યાક બહેન પોતાની વીરાને રાખડી નહીં બાંધી શકે.

rakhi
બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના

By

Published : Aug 22, 2021, 10:49 AM IST

Updated : Aug 22, 2021, 11:06 AM IST

  • કોરોના કાળમાં અનેક પરિવારો ભાંગ્યા
  • કોરોનાની વચ્ચે તહેવારો ઉજવવા બન્યા અઘરા
  • આજે રક્ષાબંધનનમાં કેટલાય હાથ રહેશે સુના

રાજકોટ: કોરોના મહામારીએ અનેક લોકોના ઘર ભાંગી નાખ્યા છે. કેટલાય લોકો આર્થિક રીતે પડી ભાગ્યાં છે. એવામાં કોરોના વચ્ચે તહેવારો આવતા લોકોને તહેવારો ઉજવવું મુશ્કેલ પડ્યું છે. કોરોનામાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓ હજુ પણ તેમને યાદ કરીને રડી રહ્યા છે. રાજકોટમાં પણ એક બહેન પોતાના ભાઈને યાદ કરીને રડી રહી છે. પરિવારના આધાર સ્થંભ એવા ભાઈનું મૃત્યુ કોરોનામાં થયું છે. જ્યારે હાલ રક્ષાબંધન આવી છે. ત્યારે બહેન પોતાના આ ભાઈને યાદ કરીને પોતાની આંખોમાં આસું રોકી શકતી નથી. હાલ તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પણ મુશ્કેલ બન્યું છે.

કોરોનાની પ્રથમ લહેરમાં ભાઈએ ગુમાવ્યો જીવ

રાજકોટના રેસકોર્સ નજીક રહેતા વસાવડા પરિવારના ગૌરાંગભાઈને સપ્ટેમ્બર-2020માં કોરોના થયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એવામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ઘણો ખર્ચો થઈ ગયો હતો. આ ખર્ચાને પહોંચી વળવા માટે પરિવારના અન્ય સભ્યોએ પણ મદદ કરી હતી. જ્યારે ગૌરાંગ ભાઈ ટ્રાવેલ્સજ્નાઞ વ્યવસાય સાથે જોડાયેલા હતા તે પણ લોક ડાઉન થયા પડી ભાગ્યો હતો.

બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના

આ પણ વાંચો : રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

દીકરીએ ઘરની જવાબદારી લીધી

ગૌરાંગભાઈને બે બાળકો હતા. જેમાં એક પુત્ર જે ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક પુત્રી કોલેજ કરેલી છે. જ્યારે પિતાના અવસાન બાદ પરિવાર પર આર્થિક મુશ્કેલી આવી પડી ત્યારે મોટી દીકરીએ પરિવારને ચલાવવાની જવાબદારી ઉપાડી અને ખાનગી બેંકમાં નોકરી શરૂ કરી અને પોતાના નાના ભાઈની ભણતરની જવાબદારી તેને ઉપાડી છે. ગૌરાંગભાઈના પિતાને સહિત કુલ બે ભાઈ અને તેમના કુલ છ સંતાન, એવાં માત્ર એક જ બહેન અને પાંચ ભાઈ, આ તમામમાં ગૌરાંગભાઈ સૌથી મોટા ભાઈ હતા. જેમનું કોરોનામાં અવસાન થયું હતું.

આ પણ વાંચો :માતાએ કહ્યું - જે લોકો મોહરમના દિવસે મૃત્યુ પામે છે તેમને સ્વર્ગ મળે છે, દીકરીએ લગાવી લીધી ફાંસી

મારા સગાભાઈ કરતા પણ વિશેષ હતા: બહેન

ગૌરાંગભાઈનું કોરોનામાં અવસાન થતાં તેમના બહેન એવા જિજ્ઞાસાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પિતા સહિત બે ભાઈઓ અને તે બન્નેના સંતાનો સહિત અમે કુલ છ ભાઈ બહેન, એવાં ગૌરાંગભાઈને સગા બહેન નથી. હું તેમની પિતરાઈ બહેન છું અને દર વર્ષે હું જ તેમને રાખડી બાંધતી હતી પરતું કોરોનાના કારણે તેમનું અવસાન થયું છે. મારા બે સાગા ભાઈઓ કરતા તેઓ વિશેષ હતા. જ્યારે તેમના વગરની આ મારી પ્રથમ રક્ષાબંધન છે.

Last Updated : Aug 22, 2021, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details