રાજકોટ :ધોરાજી પોલીસે સુપેડી-ઝાંઝમેર ગામ વચ્ચે આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિર પાસેથી બે બોટલ ઇગ્લીશ દારૂ (Dhoraji Alcohol Case) સાથે આરોપીને ઝડપી પાડ્યા છે. તેમની પુછતાછ દરમિયાન જાણવા મળ્યું કે, ઇગ્લીશ દારૂ તેમને ઝાંઝમેર ગામે રહેતા કિરણ બગડા પાસેથી લાવેલા હતા. જેને લઈને ધોરાજી પોલીસ ઝાંઝમેર ગામે રહેતા કિરણ બગડાના ઘરે રેડ પાડી હતી. જ્યાં જુદી-જુદી બ્રાન્ડની ઇગ્લીશ દારૂની 12 નંગ બોટલ તેમજ 41 નંગ ચપલા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
સરપંચના ઘરે દારૂ - મળતી માહિતી મુજબ, સુપેડી-ઝાંઝમેર ગામ વચ્ચે આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિર પાસેથી પોલીસે ઇગ્લીશ દારૂની બે નંગ બોટલો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે બંનેની આકરી પૂછતાછ કરતા તેમને આ જથ્થો ઝાંઝમેર ગામના મહિલા સરપંચના ઘરેથી લીધો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સમગ્ર બાબતે મહિલા સરપંચના ઘરે રેડ કરીને ઇગ્લીશ દારૂનો (Dhoraji Police Confiscated Foreign Liquor) જથ્થો ઝડપી લીધેલો હતો. જેમાં પોલીસે ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડા તેમજ તેમના પતિ રવજી બગડા સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો :Bootlegger in Vadodara: વડોદરાના બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ પર કર્યો પથ્થરમારો