ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો

છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા રાજકોટના રાજવી પરિવારના મિલકતના કેસનો મંગળવારે અંત આવ્યો હતો. આ કેસનો ચુકાદો બહેન અંબાલિકા દેવીના તરફેણમાં આવ્યો હતો.

By

Published : Aug 25, 2021, 1:53 PM IST

rajkot
રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો

  • રાજકોટમાં રાજવી પરિવારનો વિવાદનો મંગળવારે અંત આવ્યો
  • રાજવી પરિવારના વિવાદનો ચુકાદો બહેનના પક્ષમાં આવ્યો
  • છેલ્લા 1 વર્ષથી ચાલતો હતો વિવાદ

રાજકોટ: જિલ્લાના રાજવી પરિવારમાં વારસાઇ મિલ્કતને લઈને સામે આવેલા વિવાદ મામલે મંગળવાર બહેન અંબાલિકા દેવી તરફેણમાં ચુકાદો આવ્યો છે. રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનું અવસાન થયા બાદ તેમના સંતાનો વચ્ચે વારસાઈ મિલ્કત મામલે વિવાદ થયો હતો. રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેમજ મિલકત વહેંચણી મામલે છેલ્લા 1વર્ષથી ખટરાગ ચાલી રહ્યો હતો. જેમે કાયદાકીય લડતનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે અંગે રાજકોટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે. જેમાં અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો છે.

બહેન અંબાલિકા દેવી તરફી ચુકાદો આપવામાં આવ્યો

રાજવી પરિવાર વચ્ચે સમગ્ર વિવાદ વાઇરલ મિલ્કતને લઈને હતો. જેમાં શહેરના સરધાર અને માધાપર ખાતે આવેલ જમીનનો સમાવેશ થાય છે. આ મિલ્કતને લઈને રાજાની બહેન અંબાલિકા દેવીએ તેમની વિરુદ્ધ કાયદાકીય લડત ચલાવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માંધાતાસિંહના બહેન અને રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો છે. જે હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ આગામી 60 દિવસોમાં કલેકટર સમક્ષ પડકારી શકશે. જ્યારે આ મામલે હજુ સિવિલ કોર્ટમાં આગામી તા. 31 ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો

આ પણ વાંચો : આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી

જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ બનાવડાવી લીધાનો આક્ષેપ

આ સમગ્ર મામલે બહેન અંબાલિકા દેવી દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે," પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા હતા. તે દરમિયાન ભાઈ માંધાતાસિંહે આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે તેમ કહી કાગળો પર સહી કરાવી હતી. તેમજ આ સહીના આધારે રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું હતું. જ્યારે આ મામલે ખરેખરમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે છે. જો કે આ કેસમાં તેવી બન્યું નથી. તેમજ રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે આ સમગ્ર મામલે અંબાલિકાદેવીને જાણ થઇ હતી અને ત્યારબાદ વાંધા અરજી કરવામાં આવી હતી".

આ પણ વાંચો :કેટલાય આંતકવાદી કાબુલથી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે : ડોનાલ્ડ ટ્રમ્પ

વારસાઇ મિલ્કતમાંથી નામ કમી કરવાની અરજી રદ કરી

આ અંગે અંબાલિકા દેવીના વકીલે જણાવ્યું હતું કે," માંધાતાસિંહ દ્વારા વારસાઈ પ્રોપર્ટીમાં જે હક્ક હોય તે હક્ક કમી કરાવવા માટે અરજી આપવામાં આવી હતી. જ્યારે આ મિલ્કતના પાંચ વારસદાર છે. જેમાં મનોહરસિંહના પત્ની અને માંધાતા સિંહના માતા, તેમજ માંધાતા સિંહ અને તેમની ત્રણ બહેનો સમાવેશ થાય છે. જ્યારે માંધાતાસિંહે વારસાઈ મિલ્કત મામલે બહેનનું નામ કમી કરાવવા માટેની અરજી કરી હતી. જેને પ્રથમ મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ પ્રાંત 2ની કોર્ટમાં આ કેસ તકરારી તરીકે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જે મામલે અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે વારસાઈ હક્ક છે તે સિવિલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેને લઈને અંબાલિકાદેવીની વારસાઈ મિલ્કતમાં હક્ક કમી કરવાની અરજીને નામંજૂર કરી છે.

ABOUT THE AUTHOR

...view details