રાજકોટ: રંગીલા રાજકોટમાં ફાયરિંગની ઘટના (Rajkot Firing Case) સામે આવી છે. જેમાં શહેરના રૈયા વિસ્તારમાં એક વકીલે જમીન મામલે પોતાની 12 બોરની બંદૂકમાંથી ફાયરિંગ કર્યું છે. જ્યારે ઘટનામાં ડાયા ભરવાડ નામના વ્યક્તિને ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ (Rajkot crime branch investigation) શરૂ કરાઇ છે.
જમીન મામલે કરવામાં આવ્યું ફાયરિંગ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ડાયા ભાઈ ભરવાડ નામની વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જ્યારે ફાયરિંગ કરનાર વકીલ (Rajkot Advocate firing) ઓમ પ્રકાશ માકડિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક ટપાસમાં સામે આવ્યું છે કે, વકીલની જમીન પર મંજૂરી વગર અવાર-નવાર ડાયાભાઈ નામનો શખ્સ પ્રવેશ કર્યો હતો. જ્યારે આજે તે ફરી આ જગ્યા પર પાણી ભરવા આવતા-આવતા ચોકીદાર સાથે માથાકૂટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો, ત્યારબાદ વકીલે ફાયરિંગ કર્યું હતું.