- વર્ષોથી ગુટખા વહેંચાણ પ્રતિબંધ
- ફાકી ખાવાના કારણે સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધુ પ્રમાણમાં
- સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન લોકોને ફાકી (માવા)નું છે
રાજકોટઃ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુટખા વહેંચાણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇને હાલ પાન માવાની દુકાનો પર ગુટખા કે, તમાકુ યુક્ત પ્રૉડક્ટ મોટાભાગે વેચાતી જોવા મળતી નથી પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસન લોકોને ફાકી (માવા)નું છે. સામાન્ય રીતે કહેવાય તો એક અંદાજ પ્રમાણે દર પાંચમાંથી 3 લોકોને હાલ ફાકીનું વ્યસન છે. સામાન્ય રીતે ફાકી ખાવાના કારણે મોઢાના કેન્સર વધુ પ્રમાણે થતાં જોવા મળે છે. જે આગામી દિવસોમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં દર 5 માંથી 3 લોકોને છે ફાકીનું વ્યસન
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર પાનની દુકાન ધરાવતા દીપકભાઈએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં જ સોપારી અને તમાકુનો ભાવ વધતાં સામાન્ય રીતે ફાકીના ભાવમાં બેથી 3 રૂપિયાનો વધારો જોવા મળે છે. જ્યારે સૌરાષ્ટ્ર તેમજ કાઠિયાવાડમાં સૌથી વધુ લોકોને કાફીનું વ્યસન વધુ છે. જ્યારે સામાન્ય રીતે ગુટખા બહુ ઓછા લોકો ખાતા હોય છે, ત્યારે એક અંદાજ પ્રમાણે દર પાંચમાંથી 3 વ્યક્તિ ફાકીના વ્યસની જોવા મળતા હોય છે. જો કે, તાજેતરમાં જ ફાકીના ભાવમાં વધારો હોવા છતાં પણ પાનની દુકાન પર ગ્રાહકોની સંખ્યા પર આની કોઈ અસર જોવા મળી નથી.