- બન્ને મિત્ર દવા પીધા બાદ અલગ-અલગ જગ્યાએ બેભાન અવસ્થામાં મળી આવ્યા
- બન્ને મિત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
રાજકોટ: બે મિત્રોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. જો કે બન્ને મિત્રોએ સાથે દવા પીધી હતી કે અલગ-અલગ જગ્યાએ દવા પીધી હતી. જેને લઈને રાજકોટની બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બન્ને મિત્ર દવા પીધા બાદ અલગ-અલગ જગ્યાએ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
બન્ને મિત્રોનું આપઘાતનું કારણ શું છે તે અંગે વધુ તપાસ શરૂ કરાઇ
આ બન્ને મિત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન બન્નેનું મોત થયું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બન્ને મિત્રોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ આ બન્ને મિત્રોએ એકસાથે દવા પીધી હતી કે અલગ અલગ જગ્યાએ દવા પીધી હતી તેમજ બન્ને મિત્રોનું આપઘાતનું કારણ શું છે તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.
આ બન્ને મિત્રોના મોતનું કારણ ઝેરી દવા હોવાનું સામે આવ્યું છે
રાજકોટના કુવાડવા રોડ પર આવેલા લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતા અને અભ્યાસ કરતાં 16 વર્ષીય દિશાંત અરજણભાઈ ઝાલા અને સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર 1માં રહેતો અને યાર્ડમાં મજૂરી કરતો 20 વર્ષીય શ્યામ વિનુભાઈ મેવાડા બન્ને મિત્રો અલગ-અલગ જગ્યાએ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. દિશાંત પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે શ્યામ મોરબી રોડ પર આવેલા જકાતનાકા પાસેથી મળી આવ્યો હતો. આ બન્નેનેે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમને વધુ સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. જો કે, આ બન્ને મિત્રોના મોતનું કારણ ઝેરી દવા હોવાનું સામે આવ્યું છે.
બન્ને મિત્રોનું આપઘાતનું કારણ અકબંધ
રાજકોટમાં બન્ને મિત્રોએ દવા પીને આપઘાત કર્યાનો બનાવ સામે આવતા પરિવારજનોમાં પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે બન્ને મિત્રો અલગ-અલગ જગ્યાએથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યારે આ બન્ને મિત્રોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. જ્યારે આ બન્ને મિત્રોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસને દ્રઢ શંકા છે કે, આ બન્ને મિત્રોએ સાથે મળીને દવા પીધી છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.