ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

ઉત્તરાયણના તહેવારના(Festival of Uttarayan) હવે ગણતરીના કલાકો જ બાકી છે, તેવામાં રાજકોટની પતંગ બજારોમાં હજુ પણ મંદીનો માહોલ(downturn in kite market among corona) જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસને કારણે પતંગ બજારમાં પણ જોઈએ તેવી તેજી જોવા મળી રહી નથી, જેના કારણે વેપારીઓ પણ હવે મૂંઝવણમાં મુકાયા છે, તેમજ કાચા માલના ભાવ વધારાના કારણે પતંગ અને દોરીના ભાવમાં પણ 50 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

By

Published : Jan 12, 2022, 8:11 PM IST

રાજકોટ: શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો(Corona in Rajkot) સતત વઘી રહ્યા છે. કોરોનાના કેસો વધવાના કારણે બજારોમાં પણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન(Heavy losses to traders) વેઠવાનો વારો આવી રહ્યો છે. કોરોનાના કારણે કાચા માલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જેથી પતંગ અને દોરીના ભાવમાં પણ આ વખતે 30થી 40 ટકા સુધીનો ભાવ વધારો બજારમાં(30 to 40 percent price increase in market) જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

પતંગમાં નવી નવી વેરાઈટી જોવા મળી

રાજકોટના સદર બજાર વિસ્તારમાં વર્ષોથી પતંગ દોરાનો વેપાર કરતા નિમેષ કારીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે કોરોનાના કેસ વધતા બજારમાં 50ટકા મંદી જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ ઉત્તરાયણના બે દિવસ બાકી છે, ત્યારે આ બે દિવસોમાં કેવી ઘરાકી જોવા મળે છે તે આવનારા દિવસમાં ખબર પડશે, જ્યારે આ વખતે બાળકો માટે પતંગમાં ઘણી બધી નવી નવી વેરાઈટીઓ પણ આવી છે.

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

આ પણ વાંચો : Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?

આ પણ વાંચો :Uttarayan in Ahmedabad 2022: SOP જાહેર થયા પછી અમદાવાદની પતંગ બજારમાં ઘરાકી 60 ટકા ઘટી

ABOUT THE AUTHOR

...view details