ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં અનૈતિક સંબંધમાં પત્નીએ જ કરી પતિની હત્યા - રાજકોટ ગ્રામ્યના સમાચાર

રાજકોટ જિલ્લાના જસદણમાં બે દિવસ પહેલા હરેશભાઇ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવતા રાજકોટ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેનો ગુરુવારે ભેદ ઉકેલતા મૃતકની પત્નીએ જ તેના અનૈતિક સંબંધોને પરિણામે તેના પતિની હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.

રાજકોટ
રાજકોટ

By

Published : Aug 13, 2020, 4:54 PM IST

રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જસદણમાં ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હરેશભાઇ સોમાભાઈ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે આ અંગે મૃતકની પત્નીની પૂછપરછ હાથ ધરતા તેણે હરેશ શિવકુભાઈ કાઠી અને રામશી રબારી નામના બે ઈસમોને ઉછીના પૈસા આપ્યા હતા તેમ જણાવી આ બંને ઈસમો પર પતિની હત્યાનો આરોપ મૂક્યો હતો. જો કે આ બંને હત્યાના દિવસે અન્ય જગ્યાએ હોવાનું બહાર આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી.

ત્યારબાદ પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે મૃતકની પત્નીને દિનેશ ઉર્ફ મહેશ ચોથાભાઈ મકવાણા નામના પુરુષ સાથે અનૈતિક સંબંધો હતા. આ બાતમીને આધારે પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડી હતો અને મૃતકની પત્નીએ જ મૃતકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમજ દોરીથી ગળેટુંપો દઇ હત્યા કરી હોવાની માહિતી આપી હતી.

ઉપરાંત તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક હરેશ તેની પત્નીને વારંવાર મારતો હતો અને ઝઘડા કરતો હતો જેથી તેણે તેની હત્યા કર્યા બાદ દિનેશ અને તેણે મળીને ગોદડામાં મૃતદેહ લપેટી મોટરસાયકલ પર લઈ જઈને ખાનપર ગામના રસ્તે મૂકી આવ્યા હતા. આ મામલે પોલીસે મૃતકની પત્નીને બોલાવીને પૂછપરછ કરતા તેણે પતિની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. જેને આધારે પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details