- સિંગતેલના ભાવ કરતા કપાસીયા તેલના ભાવ વધુ
- કપાસિયા તેલ મોંઘુ થતા વેપારીઓમાં ચર્ચાનો વિષય
- કપાસિયા તેલના ભાવ રૂ.50 થી 60 ટકા વધ્યા
રાજકોટઃ તહેવારોની સિઝન આવી રહી છે. એવામાં મોંઘવારી પણ બેકાબૂ થઈ છે. તેમજ પેટ્રોલ-ડીઝલ, દૂધ, તેલ, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટ સહિતના જિલ્લાઓમાં સીંગતેલના ભાવ કરતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી સીંગતેલના ભાવ અન્ય ખાદ્યતેલ કરતા વધુ જોવા મળતા હતા. એવામાં હવે સીંગતેલ કરતા કપાસિયા તેલ મોંઘુ થતા વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સીંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ રૂ.50 થી 60 ટકા વધ્યા છે.
સીંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ વધુ
હાલ રાજકોટમાં સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ રૂ.2450 થી 2530 સુધીના જોવા મળ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.2500 થી 2560ની સપાટી પર છે. આમ સીંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ વધુ નોંધાયા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ હજુ બે દિવસ પહેલા સરખા જોવા મળ્યા હતા. પરંતુ કપાસિયા તેલના ભાવ વધતા તે સીંગતેલ કરતા પણ વધુ મોંઘુ બન્યુ છે. આમ સીંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ અંદાજીત રૂ. 50 થી 60 વધુ નોંધાયા છે.