ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપા ચૂંટણીઃ કોંગ્રેસના 13 ઉમેદવારો SSC પાસ અને ધોરણ 10થી ઓછું ભણેલા 17 ઉમેદવાર - Municipal elections

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે. ત્યારે કોંગ્રેસના 13 ઉમેદવારો માત્ર SSC પાસ છે.

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી

By

Published : Feb 9, 2021, 12:48 PM IST

  • રાજકોટમાં તીવ્ર અસંતોષ અને અંધાધૂંધીથી કોંગ્રેસમાં અજંપો
  • કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત
  • કોંગ્રેસના 13 ઉમેદવારો માત્ર SSC સુધી ભણેલા

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ ઉમેદવારીમાં તીવ્ર અસંતોષ અને અંધાધૂંધીથી કોંગ્રેસમાં અજંપો વ્યાપેલો છે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીનો મુદ્દો ચર્ચામાં છે. ભાજપ પછી કોંગ્રેસના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો રાજકોટ મહાપાલિકાના કોંગ્રેસના 30 ઉમેદવારો ધોરણ 10 કે તેથી ઓછું ભણેલા છે. જેમાં 13 જેટલા ઉમેદવારો SSC પાસ અને17 ઉમેદવારો 10થી ઓછું ભણ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ધો.3 પાસ, બે ઉમેદવાર ધો.4 પાસ, જ્યારે 2 ઉમેદવાર ધો.5 પાસ છે.

કોંગ્રેસના 13 ઉમેદવારો SSC પાસ


રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો વોર્ડ નં.6માં રતનબેન મોરવાડિયા ધો.7 પાસ છે. વોર્ડ નં.5માં લાભુબેન ઠુંગા 4 પાસ, વોર્ડ નં.16માં વલ્લભભાઈ પરસાણા 4 પાસ છે. વોર્ડ નં.13 અને વોર્ડ નં. 18માં ગીતાબેન મૂછડિયા અને નિર્મળભાઈ મારૂ 5 ધોરણ પાસ છે. વોર્ડ નં.10માં વસંતબેન માલ્વી, વોર્ડ નં.16માં ગાયત્રીબેન ભટ્ટ, વોર્ડ નં.17માં જયાબેન ટાંક ધો.7 પાસ છે. વોર્ડ નં.5માં હર્ષદભાઈ વાઘેરા, દક્ષાબેન ભેસાણિયા, વોર્ડ નં.15માં કોમલબેન ભારાઈ, વોર્ડ નં.16માં બાબુભાઈ ઠેબા ધો.8 પાસ છે. કોંગ્રેસમાં કુલ 17 ઉમેદવારો ધો.10થી ઓછું ભણેલા છે, જ્યારે 13 ઉમેદવારો SSC પાસ છે. બે ડઝન ઉમેદવારો B.A., B.COM., LLB, DHMS, MSW, M.A., B.ED જેવી ડિગ્રી ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details