ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પ્રદૂષિત પાણી પીવાથી 30થી વધુ લોકો બિમાર પડ્યા - રાજકોટ ભૂગર્ભ ગટર પાઈપલાઈન

રાજકોટમાં શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પુનિતનગર(Punit Nagar of Rajkot ) વિસ્તારમાં અચાનક 30થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થવાની ઘટના સામે આવી હતી.સ્થાનિકો દ્વારા પીવાના પાણીમાં ગંદી વાસ (Polluted water in Rajkot )આવતી હોવાનું પણ જણાવામાં આવ્યું હતુ. છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણીના પીવાના કારણે લોકોમાં(People got sick from the polluted water) બિમારી ફેલાઈ છે. વિસ્તારમાં રોડ રસ્તાઓનું કામકાજ શરૂ હોવાના કારણે ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન તૂટી ગઈ હોવાથી તેનું દૂષિત પાણી (Rajkot drinking water dirty)પીવાના પાણી સાથે ભળી ગયું હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.

રાજકોટમાં પ્રદૂષિત પાણી પીવાથી 30થી વધુ લોકો બિમાર પડ્યા
રાજકોટમાં પ્રદૂષિત પાણી પીવાથી 30થી વધુ લોકો બિમાર પડ્યા

By

Published : Nov 27, 2021, 8:02 PM IST

  • રાજકોટના પુનિત નગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસમાં અચાનક વધારો
  • દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ
  • શહેરના વોર્ડ નંબર 12માં લોકોને દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા

રાજકોટઃ રાજકોટમાં શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પુનિતનગર (Punit Nagar of Rajkot )વિસ્તારમાં અચાનક 30થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થવાની ઘટના(People got sick from the polluted water ) સામે આવી હતી. જ્યારે સ્થાનિકો દ્વારા પીવાના પાણીમાં ગંદીવાસ આવતી(Polluted water in Rajkot) હોવાનું પણ જણાવામાં આવ્યું હતુ. આ સમગ્ર વાત વાયુવેગે શહેરમાં ફેલાતા મેયર અને વિસ્તારના કોર્પોરેટર ડૉ. પ્રદીપ ડવ પણ ઘટના સ્થળે આવ્યા હતા. જે દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું કે ભૂગર્ભ ગટરની લાઈન બ્લોક થતા તેનું પાણી પીવાના પાણીની લાઈન(Rajkot Underground Sewer Pipeline ) સાથે ભળી ગયું હશે. જેના કારણે આ સમસ્યા સર્જાય હોઈ શકે છે. જ્યારે મેયર તાત્કાલિક વિસ્તારમાં કામ પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા.

બાળકોમાં વધુ પ્રમાણમાં ઝાડા ઉલ્ટીના કેસ

રાજકોટના પુનિત નગર (Punit Nagar of Rajkot )વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસમાં અચાનક વધારો થતા સ્થાનિકોએ આ મામલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણીના કારણે વધારો થયો હોવાનું હાલ અમને જાણવા મળી રહ્યું છે. જ્યારે આ સમસ્યાના કારણે અમે કોર્પોરેટરની રજૂઆત પણ કરી છે અને મેયર દ્વારા પણ જાણ કરવામાં આવી હતી. જ્યારે ઝાડા-ઊલટીમાં સૌથી વધુ બાળકોને અસર થવા પામી હોવાનું સામે આવ્યું છે. વિસ્તારમાં રોડ રસ્તાઓનું કામકાજ શરૂ હોવાના કારણે ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન તૂટી ગઈ હોવાથી તેનું દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી ગયું હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ હોઈ શકે છે.

દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલ્ટીના કેસમાં અચાનક વધારો

વોર્ડ નંબર 12માં કોર્પોરેટર તરીકે મેયર પ્રદીપ ડવ ચૂંટાયા છે. ત્યારે તેમના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસમાં અચાનક વધારો થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ પોતે જ પાણીનું ચેકિંગ કર્યું હતું. જ્યારે આરોગ્યની ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી. આ દુષિત પાણીના સેમ્પલ લઇને હાલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું પણ મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલ્ટીના કેસમાં અચાનક વધારો થતાં શહેરભરમાં ઘટનાને ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

આ પણ વાંંચોઃOmicron Covid variant ગુજરાતમાં ન પ્રવેશે તે માટે તંત્ર સજ્જ, 3 લેયર સિસ્ટમ કાર્યરત થશે
આ પણ વાંંચોઃStd 9 to 12 exams: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, પરીક્ષા પેટર્ન બદલવામાં આવી

ABOUT THE AUTHOR

...view details