- રાજકોટમાં નશામાં ધૂત પિતાએ 8 વર્ષના પૂત્રની હત્યા કરી
- બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું
- આરોપી પિતા કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે
રાજકોટ: દારૂના નશામાં લોકો કંઈ પણ કરી નાખે છે ત્યારે રાજકોટમાં તો દારૂના નશામાં ચૂર એક પિતાએ પોતાના જ 8 વર્ષના બાળકને ઢોર માર મારી તેની હત્યા કરી નાખી હતી. બાળકને ઢોર માર મરાતા તેની તબિયત લથડી હતી. એટલે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. જોકે, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, દારૂના નશામાં ચૂર પિતાએ બાળકને ઢોર માર મારતા બાળકનું મોત થયું છે. આ મામલે 8 વર્ષના બાળકનું પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તે દરમિયાન બાળકનું કયા કારણોસર મોત થયું છે તે સામે આવશે.
આ પણ વાંચો-કાલાવડમાં યુવકને ઢોર માર મારવાના કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો
આરોપી મારવેલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા રાણીટાવર નજીકની નંદનવન સોસાયટીમાં મારવેલ હોસ્પિટલમાં સિક્યુરિટીની નોકરી કરતા મૂળ નેપાળના સિદ્ધરાજ ભૂલે પોતાનો 8 વર્ષનો પૂત્ર સૌરભ તોફાન કરતો હોવાથી તેને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ બાળક બાળકની તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.