- રાજકોટમાં રૂ. 5 લાખથી વધુની કિંમતનું બ્રાઉન સુગર ઝડપાયું
- ઝડપાયેલો શખ્સ ચપ્પલની એડીમાં છુપાવીને લાવતો હતો બ્રાઉન સુગર
- કુવાડવા ખાતે ક્રાઈમબ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન શખ્સને ઝડપી પાડ્યો
રાજકોટમાં ચપ્પલમાં 5 લાખનું બ્રાઉન સુગર લઈને આવતો શખ્સ ઝડપાયો - NDPS Act
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે રાજકોટનું યુવાધન પણ હવે નશાના રવાડે ચડ્યું હોય તેવી ઘટનાઓ જોવા મળી રહી છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચે એક શખ્સને 103.65 ગ્રામ બ્રાઉન સુગર સાથે ઝડપી પાડ્યો છે. હાલ ક્રાઈમબ્રાન્ચે શખ્સની ધરપકડ કરી તેની વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ચપ્પલમાં 5 લાખનું બ્રાઉન સુગર લઈને આવતો શખ્સ ઝડપાયો
રાજકોટઃ ક્રાઈમ બ્રાન્ચે 4 ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન કુવાડવા ખાતે આવેલા માલિયાસણ ગામના બસ સ્ટેન્ડ નજીક રસ્તા પરથી એક શંકાસ્પદ ઈસમને ઝડપીને તેની ઝડતી લીધી હતી. તે દરમિયાન તેના ચપ્પલની એડી નીચેથી પ્લાસ્ટિકની થેલીમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો, જેને ક્રાઈમબ્રાન્ચ દ્વારા એફએસએલ તપાસમાં મોકલવામાં આવતા તે બ્રાઉન સુગર હોવાનું સામે આવ્યું છે. જેની બજાર કિંમત રૂ.5 લાખથી વધુ માનવામાં આવી રહી છે.