- રાજકોટમાં ડિમેડ એકાઉન્ટ ધારકોને છેતરતા 7 શખસ ઝડપાયા
- પોલીસે 7 શખસો દ્વારા ચાલતુ કોલ સેન્ટર પણ ઝડપી પાડ્યું
- આરોપીઓ કરતા હતા બે ગેરકાયદે એપ્લિકેશનનો ઉપયોગ
રાજકોટઃ રાજકોટના સ્ટાર પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલા ચોથા માળે 409 નંબરની ઓફિસમાંથી આ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે બે ગેરકાયદેસર એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારમાં ડિમેટ ધરાવતા હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને એપ્લિકેશન કે જે ઓટોમેટિક ટ્રેડ થાય છે. તેમાં રોકાણ કરાવતા હતા. તેમ જ શખસો અલગ અલગ લોકોને સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેતા હતા ત્યારબાદ બાદમાં કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેતા હતા.
4 યુવતી સહિત 7 શખસોની ધરપકડ