- રાજકોટમાં ગરીબ અને નિરક્ષર લોકો સાથે છેતરપિંડી કરનારા ઝડપાયા
- લોકોને ઓનલાઈન બેન્ક લોન કરાવી આપી તેમના ખાતામાંથી પૈસા ઊપાડી લેતા
- પોલીસે લોકો સાથે છેતરપિંડી કરતા ચાર શખસને ઝડપી પાડ્યા છે
રાજકોટમાં જરૂરિયાતમંદ લોકો સાથે લોનના નામે છેતરપિંડી કરતા 4 શખસ ઝડપાયા
રાજકોટઃ આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં ગરીબ, નિરક્ષર અને ઓનલાઈન બેન્ક લોન કરાવી છેતરપિંડી કરતા શખસ ઝડપાયા છે. આ શખસ સામે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદી વિજય નટવરભાઈ ચૌહાણના મોબાઇલમાંથી સિપ્લિકેસ (Simply cash) એપમાંથી રૂ.1.50 લાખની લોન મંજૂર કરાવી આપી હતી, જેમાં રૂ.5842 જ કાયદેસર કપાયા છતા ફરીયાદીને આરોપીઓએ એસબીઆઇની દ્વારા નેટબેન્કિંગ ચાલુ કરાવી ફરીયાદી પાસેથી નેટ બેકીંગ માટેને યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી રૂ. 36 હજાર પડાવી લીધા હતા. આ ઘટના દરમિયાન ફરિયાદના ધ્યાન બહારર એકાઉન્ટમાંથી ઓનલાઇન મેળવી ફરિયાદી તથા જયશ્રીબેન સાથે રૂ. 25 હજાર તથા અશોકભાઈ સાથે રૂ. 35 હજાર તથા અન્ય આશરે 60-70 માણસો સાથે પણ આ મુજબની રીતે વિશ્વાસઘાત છેતરપીંડી કરી અલગ-અલગ રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં જરૂરિયાતમંદ લોકો સાથે લોનના નામે છેતરપિંડી કરતા 4 શખસ ઝડપાયા ગુનાની મોડસ ઓપરેન્ડી અને આરોપીઓનો શુ હતો રોલ? આ કૌભાંડમાં આરોપી મહેન્દ્ર કુમાવત શહેરમાંથી ગ્રાહકો શોધી લાવી આરોપી જિગ્નેશ અને રવિને તેની ઓફીસ ખાતે સંપર્ક કરાવી અને જેતે ગ્રાહકોને ઓનલાઈન નેટ બેન્કિંગ કરવા તે બેન્કે મોકલી આપતો હતો. તેમ જ ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ થયા બાદ જેતે ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી આરોપી શૈલેષ પીઠડીયાનાઓને વોટસએપથી મોકલી આપી શૈલેષ પીઠડીયાનાનું આધાર કાર્ડ પાન કાર્ડથી ઓનલાઈન વેબસાઈટમાંથી સિબીલ ચેક કરી તેમના નામે લોન મંજૂર કરી દેતો હતો તેમ જ જેતે ગ્રાહકના બેન્ક ખાતામાં પૈસા જમા થાય એટલે તરત જ ઓનલાઈન નેટ બેન્કિંગથી 30થી 35 હજાર જેટલા નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી તે નાણા લોન પ્રોસેસના કપાયેલા હોવાનું ગ્રાહકોને જણાવી જુદી જુદી રકમની છેતરપિંડી કરી ગુનો કરે છે.
ક્રાઈમબ્રાન્ચે ચાર શખસની કરી ધરપકડ
- પ્રતીક ઉર્ફે જિગ્નેશ મહેશભાઈ પરમાર (ઉં.વ. 34)
- રવિ મહેશભાઈ પરમાર (ઉં.વ.32)
- મહેન્દ્ર કુફાભાઈ કુમાવત (ઉં.વ.30)
- શૈલેષભાઈ ઉર્ફે સાન જંતીલાલ પીઠડીયા