ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 3 ઈંચ વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયી - આજી ડેમનો દરવાજો એક ફૂટ ખોલાયો

તૌકતે વાવાઝોડાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે. રાજકોટમાં સોમવારે રાત્રે 8 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વીજળી પણ જતી રહી હતી. આ ઉપરાંત રાજમાર્ગો પર અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. રાજકોટ શહેરમાં એક રાતમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

રાજકોટમાં 3 ઈંચ વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયી
રાજકોટમાં 3 ઈંચ વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયી

By

Published : May 18, 2021, 12:11 PM IST

  • રાજકોટમાં સોમવારે રાત્રે 8 વાગ્યે શરૂ થયો હતો વરસાદ
  • રાજકોટમાં આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો
  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં 12 વૃક્ષ ધરાશાયી

રાજકોટઃ તૌકતે વાવાઝોડાના કારણે રાજકોટ સહિતના વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જે આખી રાત ચાલુ રહ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદ આવતા શહેરમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો હતો. જ્યારે પવનના કારણે અનેક રાજમાર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. રાત્રે 8 વાગ્યાથી સવાર સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબકતા અનેક રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા હતા.

રાજકોટમાં સોમવારે રાત્રે 8 વાગ્યે શરૂ થયો હતો વરસાદ

આ પણ વાંચોઃએક જ વરસાદમાં અમદાવાદમાં 30થી વધુ ઝાડ પડ્યા

અલગ અલગ જગ્યાએ 12 વૃક્ષો જેટલા ધરાશાયી

રાજકોટમાં તૌકતે વાવઝોડાના કારણે રાત્રિના સમયે પવનની ગતિમાં વધારો થયો હતો. શહેરમાં રાત્રે પવનની ગતિ વધતા શહેરના રેસ કોર્સ રિંગ રોડ, કોટેચા ચોક, સિવી હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. જ્યારે ફાયરબ્રિગેડના જવાનોએ આ વૃક્ષોને હટાવી લીધા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 12 જેટલા વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી. જોકે, ઘટના દરમિયાન કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી.

રાજકોટમાં આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો
આ પણ વાંચોઃભાવનગરના મહુવામાં વાવાઝોડું તૌકતે ટકરાતાં વૃક્ષ ધરાશાયી થયું, પતરા ઉડયા

આજી-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો

આખી રાત વરસાદ પડવાના કારણે રાજકોટ નજીક આવેલા આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવ્યો હતો. જ્યારે ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details