- રાજકોટમાં સ્ટેટ જીએસટી (State GST)ના વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓ 3.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- GSTમાં અધિકારીઓ દ્વારા ફરિયાદી પાસે બે ટ્રક ભરેલ માલ જવા દેવા બોગસ ઈ-વે બિલ પર નોટિસ પાઠવી મેમો આપવા કહેવામાં આવ્યું હતું
- અધિકારીઓએ મોટી રકમ માગતા ફરિયાદીએ રાજકોટ ACBને ફરિયાદ કરી હતી, ACBએ છટકું ગોઠવી ત્રણ આરોપીની કરી ધરપકડ
રાજકોટઃ શહેરમાં 2 જીએસટી (GST) અધિકારીઓ લાંચ લેતા રંગહાથ ઝડપાયા છે. વર્ગ-2 અને વર્ગ 3ના અધિકારીએ ફરિયાદી પાસે 8 લાખ રૂપિયાની લાંચ માગી હતી. તો ફરિયાદીએ આ અંગે રાજકોટ ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન સ્ટેટ જીએસટીના 2 અધિકારીઓ અને એક વચેટિયો 3.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
આ પણ વાંચો-સર્વશિક્ષા અભિયાનના વર્ગ-2ના અધિકારી નિપુણ ચોક્સી લાંચ લેતા ઝડપાયા
જીએસટીના (GST) અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ચકચાર
રાજકોટ ACB દ્વારા આજે સ્ટેટ GSTના વર્ગ-2 અધિકારી વિક્રમ દેવરખીભાઈ કનારા અને વર્ગ- 3નો કર્મચારી અજય શિવશંકરભાઈ મહેતાને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટના ભૂતખાના ચોક પરથી આ લાંચિયા અધિકારીઓ 3.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ સાથે જ ACBની ટીમે એક વચેટિયાને પણ આ મામલે ઝડપી પાડ્યો છે. રાજકોટમાં સ્ટેટ જીએસટી (State GST) વિભાગના વર્ગ-2 અને 3ના કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ACB દ્વારા આ મામલે ગુનો નોંધી ઈસમો વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો-સુરત ACBની ટીમે સિમ્મેર હોસ્પિટલના મેડિકલ ઓફિસરની 2500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી