ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 12.65 લાખ લોકોએ મેળો માણ્યો, ઠેર ઠેર ગંદકીના થર જામ્યા - people-enjoyed

રાજકોટઃ વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ મલ્હાર લોકમેળો શાંતિપૂર્ણ રીતે ગઈકાલે પૂર્ણ થયો છે. એક અંદાજ પ્રમાણે આ મેળામાં 12.65 લાખ જેટલા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જ્યારે કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી. પરંતુ મેળો પૂર્ણ થતાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકીના ગંજ નજરે પડ્યા હતા. હાલ મનપા તંત્ર દ્વારા ગંદકીને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

etv bharat

By

Published : Aug 27, 2019, 6:06 PM IST


રાજકોટમાં યોજાનાર મેળા માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યારે મેળા 104 જેટલા ખોવાયેલા બાળકોને પોલીસે પોતાના માતાપિતાને શોધીને પરત કર્યા હતા. હાલ પાંચ દિવસ સુધી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓએ ભરપૂર મેળાનો લાભ લીધો હતો પરંતુ મેળો પૂર્ણ થતાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકીના ગંજ નજરે પડ્યા હતા. હાલ મનપા તંત્ર દ્વારા ગંદકી દૂર કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે મેળામાં કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાતા તંત્રએ પણ એહતના શ્વાસ લીધા હતા

રાજકોટમાં 12.65 લાખ લોકોએ માણ્યો લોકમેળોી

ABOUT THE AUTHOR

...view details