- મહંત આપધાત કેસમાં પોલીસની ઢીલી કામગિરી
- આરોપીઓ પોલીસ પહોંચથી દૂર
- આગોતરા જામીન માટે ડૉ. નિમાવતે કરી અરજી
રાજકોટ: કાગદડી ગામે શ્રી ખોડીયારધામ આશ્રમનાં મહંત જયરામદાસબાપુના આપઘાત કેસનો મામલો ડૉ.નિમાવત દ્વારા આગોતરા મેળવવા અરજી કરી છે, ત્યારે હાલ એક પણ આરોપીઓની ધડપકડ થઇ શકી નથી ત્યારે પુરાવાનો નાશ કરવાના આરોપી દેવ હોસ્પિટલના ડૉ.નિલેશ નિમાવતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કર્યાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બે-બે ટીમો છતાં આરોપી પોલીસ પહોંચથી દૂર
રાજકોટ ખોડીયારધામ આશ્રમનાં મહંત જયરામદાસબાપુને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેના ભત્રીજા અલ્પેશ તેના બનેવી હિતેષ અને વિક્રમ ભરવાડ ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષિત કલોલાને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમો કામે લગાડી છે પરંતુ હજી પણ આરોપી સુધી પહોંચી શકી નથી.
ડૉ.નિમાવત આગોતરા જામીન માટે કોર્ટના આશરે
છેલ્લા ઘણાં સમયથી બનાવ બન્યા હોવા છતાં હજે એક યુવતીનું નિવેદન લીધું છે. જ્યારે નિવેદન આપવાનું ટાળતા ડૉ.નિમાવત ગુજરાત બહાર ભાગી ગયા હતા. તેની આ કેસમાં સંડોવણી ખુલતા મંગળવારે જ ગુનાઈત કાવતરૂ, પુરાવાનો નાશ કરવાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ અગાઉથી જ તે આગોતરા જામીન માટે કોર્ટનો આશરો લીધો છે. મહંતનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં જેની ભૂમિકા હતી તે બે તબીબોને આરોપી બનાવવા બાબતે પોલીસ પણ વિચારણા કરી રહી છે.